મોરબીના વિશિપરામાં 48 ટીન બિયર સાથે એક શખ્સ ઝડપાયો : એક ફરાર

- text


 

મોરબી : મોરબીના વિશિપરા વિસ્તારમાં એક શખ્સ વિદેશી બનાવટના બિયરનું તેના જ કબ્જાના મકાનમાં ગેરકાયદે વેચાણ કરતા હોવાની બાતમી આધારે એલસીબીના કોન્સ્ટેબલ ભરતભાઇ મિયાત્રા એને સ્ટાફના એ કુલીનગર1 ના કેશવાનંદ આશ્રમ સામે આવેલા મકાન નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન આરોપી તેના કબજા ભોગવટા રહેણાંક મકાનમાં ગે.કા.પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની રૂ. 4800ની કિંમતની 500 મિલીની નંગ-48 ટીન સહિતના મુદ્દામાલ સાથે ઇમરાન નૂરમહમદ મોવરને ઝડપી લીધો હતો. આરોપીની પૂછપરછ કરતા નિઝામ જુસબ કટીયા નું પણ નામ ખુલ્યું હતું.બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં બન્ને વિરુદ્ધ ગુન્હો દાખલ કરાવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

- text