વર્ષામેડી ગામમાં નજીવી બાબતે મારામારી, એકને ઇજા

માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના વર્ષામેડી ગામમાં નજીવી બાબતે મારામારી થઇ હતી. આ બનાવમાં એક વ્યક્તિને ઇજા પહોંચી છે.

આ બનાવ અંગે માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં કારખાનેદાર સુરેશચંદ્ર કૈલાશનારયણ પરસરામ પુરીયાએ ફરિયાદ લખાવી છે કે ગઈકાલે તા. 27ના રોજ ફરિયાદીએ આરોપી દિનેશભાઇ નાથાભાઇ બોરીચાને પોતાના મહારાજા સોલ્ટ કારખાનામાથી નીકળવાની ના પાડી હતી. આથી, આરોપીએ ગાળો બોલી ધોકા વડે ફરીયાદીને ડાબા હાથે કાંડા પાસે ફેકચર જેવી ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.