લજાઈ ચોકડી નજીક ટ્રકચાલકે રિક્ષાને ઠોકર મારતા રિક્ષાચાલક ઈજાગ્રસ્ત

ટંકારા : ટંકારામાં લજાઈ ચોકડી નજીક ટ્રકચાલકે રિક્ષાને હડફેટે લેતા રિક્ષાચાલક ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ટ્રકચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

લજાઈ ગામે રહેતા રફીકભાઇ સલીમભાઇ હેરંજાએ ફરિયાદ લખાવી છે કે ગત તા. 26ના રોજ ટંકારામાં લજાઈ ચોકડી નજીક ફરીયાદીના કાકા સી.એન.જી. રીક્ષા નંબર- જી.જે. ૧૦ ટી.ડબ્લ્યુ-૨૨૮૦ પેસેન્જર ભરવા માટે ઉભા હતા. ત્યારે મોરબી તરફથી આવતા એક ટ્રક રજી નંબર- જી.જે. ૧૦ ડબલ્યુ. ૬૫૭૦ ના ચાલકે ફુલ સ્પીડમાં બેફીકરાઇથી ફરીના કાકાની સી.એન.જી. રીક્ષાને ઠોકર મારી હતી. આથી, ફરી.ના કાકાને જમણી આંખ નીચે ત્રણ ટાંકા તથા જમણા પગમાં ઘુટણના નીચે તેમજ જમણા હાથના કાંડાના ભાગે ફેકચર જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી. ટ્રકચાલક અકસ્માત સર્જી પોતાની ટ્રક લઇ ભાગી ગયો હતો. હાલમાં પોલીસ ટ્રકચાલકની શોધખોળ કરી રહી છે.