ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવાસ કરી લોકોની સમસ્યા સાંભળી

- text


બ્રિજેશ મેરજાની સાથે સાંસદ કુંડરિયા અને અગ્રણી મગન વડાવીયા પણ જોડાયા

મોરબી : મોરબી માળીયા વિધાનસભા સીટ પર તાજેતરમાં યોજાયેલ પેટા ચૂંટણીમાં વિજેતા બન્યા બાદ ભાજપના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ લોક સંપર્ક કાર્યક્રમ શરૂ ર્ક્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ શનિવારે માળીયા મિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સાંસદ મોહન કુંડારીયા, એપીએમસી ચેરમેન મગનભાઈ વડાવીયા તેમજ ભાજપના આગેવાનો સહિતના નેતાઓએ લોકસંપર્ક અર્થે પ્રવાસ કર્યો હતો. જેમાં ગામના લોકોને મળીને તેમની સમસ્યાઓ અને રજૂઆતો સાંભળી યોગ્ય કરવાની ખાતરી આપી હતી.

શનિવારે સવારે નાનાં દહીંસરા, ક્રિષ્નાનગર, ખીરસરા, કુંતાસી, બોડકી, વર્ષામેડી, મોટા દહીંસરા, વિવેકાનંદનગર સહિતના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત બ્રિજેશ મેરજા સહિતના નેતાઓએ લીધી હતી. શનિવારે બપોરના સમયે લક્ષ્મીવાસ, વાવણીયા, બગસરા, ભાવપર, મોટા ભેલાનો હેતુલક્ષી પ્રવાસ કરશે. તો સાંજના સમયે ચમનપર, મોટી બરાર, જસાપર, દેવગઢ, જાજાસર સહિતના ગામોની મુલાકાતે જશે અને લોકોની સમસ્યા અંગે માહિતગાર થશે. આ વિસ્તારોમાં વ્યાપ્ત સમસ્યાઓ અંગે જાણી તેના નિરાકરણ માટે ગ્રામજનોને આશ્વત કરાયા હતા.

- text

- text