મોરબી જિલ્લામાં નાબાર્ડ દ્વારા 2021-22ના વર્ષમાં પીએલપીમાં રૂ.6596.20 કરોડના ધિરાણ કરવાનું આંકલન

- text


 

મોરબી જિલ્લા કલેક્ટરના હસ્તે પી.એલ.પીનું અનાવરણ કરાયું

મોરબી:મોરબીમાં આજે બેંકર્સની બેઠક યોજાઇ હતી જેમાં આગામી નાણાકીય વર્ષ 2021-22 ના વર્ષનું પી.એલ.પી(પોટેન્સિયલ લિન્કડક્રેડિટ પ્લાન)નું જિલ્લા કલેક્ટર જે.બી.પટેલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું.જેમાં આગામી વર્ષ 2021-22માં વિવિધ પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રના વિકાસની સંભાવનાને ધ્યાને રાખી નાબાર્ડના પી.એલ.પીમાં રૂ.6596.20 કરોડના સંભવિત બેન્ક ધિરાણની શક્યતાનું આંકલન કરવામા આવ્યું છે.

- text

વિવિધ ક્ષેત્રો મુજબ જોઈએ તો કૃષિ ક્ષેત્રને વિશેષ પ્રાધાન્ય આપતા પાક ધિરાણ માટે રૂ.1812.77 કરોડ (27.48%)મધ્યમ અને લાંબી મુદતના ખેત ધિરાણ માટે 975.92 કરોડ (14.79%) એમ.એસ.એમ ઈ.સેકટરમાં 3475 કરોડ( 52.68%) આ ઉપરાંત અન્ય પ્રાથમિકતા વાળા એક્સપોર્ટ, શિક્ષા,હાઉસિંગ,રીન્યુ એબલએનર્જી,અને સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 332.50 કરોડ(5.05%) ટકા આંકલન કરવામાં આવ્યું છે.પીએલપી આંકલન પ્રમાણે જિલ્લાની વાર્ષિક ઋણ યોજનાલીડ બેન્ક દ્વારા તૈયાર કરવામાં આવી છે.અને આ ધિરાણના ટાર્ગેટ પૂરો કરવા પ્રયાસ કરવામાં આવશે તેમ સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ પ્રબંધક અરનું બર્સબાસે જણાવ્યું હતું.

- text