મોરબી કલેકટર કચેરીમાં આમુખનું વાંચન કરી બંધારણ દિવસ ઉજવાયો

- text


મોરબી : મોરબીમાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર જે. બી. પટેલની આગેવાની હેઠળ ગુરુવારના રોજ બંધારણ દિવસ નિમિત્તે કલેકટર કચેરીના સૌ કર્મચારીઓ આમુખનું વાંચન કર્યુ હતું. કલેક્ટર કચેરીના સભા ખંડમાં કોવીડ-૧૯ની ગાઇડલાઇન હેઠળ આયોજિત કાર્યક્રમમાં નાયબ મામલતદાર નીખીલભાઇ જોષીએ સિમિત સંખ્યામાં ઉપસ્થિત રાખવામાં આવેલ અધિકારી-કર્મચારીઓએ આમુખનું વાંચન કરાવ્યું હતું. બંધારણ દિવસ નિમિત્તે આમુખ વાંચન કાર્યક્રમમાં જિલ્‍લા કલેકટર જે. બી. પટેલ ઉપરાંત, નિવાસી અધિક કલેકટર કેતન જોષી સહિત જિલ્‍લા કલેકટર કચેરીના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text

 

- text