વાંકાનેર : ફળેશ્વર મંદિરના મહંત પટેલબાપુનું શુક્રવારે ટેલિફોનિક બેસણું

 

વાંકાનેર : જડેશ્વર રોડ ઉપર આવેલ મુનિબાવાની જગ્યા શ્રી ફળેશ્વર મંદિરના મહંત તેમજ પાટીદાર સમાજના કારોબારી સભ્ય અને અનેકવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાઈને માનવ સેવાની અંખડ જ્યોત પ્રજ્વલિત કરનાર પેટલબાપુ તરીકે જાણીતા કાનજીભાઈ રામાંભાઈ પેટલ તે તુષારભાઈ (9879076683) તેમજ વિશાલભાઈ પટેલ (9825030479) ના પિતાશ્રીનું તા.22 ને રવિવારે અવસાન થયું છે.સદગતનું ટેલિફોનિક બેસણું તા.27 ને શુક્રવારે સાંજે 4 થી 6 દરમિયાન રાખેલ છે. વાંકાનેરના ગાયત્રી મંદિરના મહંત અશ્વિનભાઈ રાવલ ,વાંકાનેરના રંઘુવંશી સમાજના અગ્રણી જીતુભાઈ સોમાણી, જાણીતા ઉધોગપતિ પ્રજ્ઞેશભાઈ પટેલ ,અમરશીભાઈ મઢવી,મહેશભાઈ રાજવીર સહિતના અગ્રણીઓ દિવંગત પટેલબાપુની માનવસેવા ,સંતોની સેવા ,દિન દુખિયાની મદદ ,ગૌસેવા ,હોસ્પિટલની સેવા સહિતના પ્રોપરકારી કાર્યોને યાદ કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.