હળવદમાં બાઈક અથડાવવા મુદ્દે મારામારી, બેને ઇજા

- text


ચાર શખ્સો સામે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ

હળવદ : હળવદમાં બાઈક અથડાવવા મુદ્દે મારામારી થઈ હતી. આ મારામારીમાં બે વ્યક્તિને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે ચાર શખ્સો સામે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. હળવદ પોલીસે આ બનાવની ફરિયાદના આધારે ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ મારામારીના બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદના જાનીફળી વિસ્તારમાં રહેતા ઓમભાઇ જીતેન્દ્રભાઇ ઠાકર (ઉ.વ. ૧૯) નામના યુવાને તેજ વિસ્તારમાં રહેતા આરોપીઓ જૈમીનભાઇ રાજુભાઇ વ્યાસ, રાજુભાઇ નર્મદાશંકર વ્યાસ, માધવભાઇ રાજુભાઇ વ્યાસ, અરૂણાબેન રાજુભાઇ વ્યાસ સામે ફરિયાદ નોંધાવી હતી કે તા. ૨૩ના રોજ જાનીફળી ગેટ પાસે એક આરોપીએ પ્રથમ ફળીના ગેટ સાથે તેનુ મોટરસાઇકલ ભટકાડતા ફરીયાદી સમજાવવા જતા આરોપીઓએ ફરીયાદી તથા સાહેદને ગાળો આપી ઢીકાપાટુ તથા લાકડી વતી મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ તા. ૧૪ના રોજ પણ ફરીયાદી તથા સાહેદને ફળીની સફાઇ બાબતે બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text