દેવળિયા નજીક નર્મદાની પેટા કેનાલમાં ગાબડું પડતાં હજારો લીટર પાણીની નો વેડફાટ

- text


ખેડૂતોના ઉભા પાકમાં નર્મદાના પાણી ફરી વળતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા

હળવદ : હળવદ તાલુકાના દેવળિયા ગામ નજીક પસાર થતી નર્મદાની માઇનોર કેનાલ નંબર 24 માં આજે ભંગાણ પડતાં હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે સાથે જ વેડફાઈ રહેલું પાણી ખેડૂતોના ઉભા પાકમાં ફરી વળતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે

હળવદ તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલ તેમજ તેના હેઠળ આવતી પેટા કેનાલમાં છાશવારે ગાબડા પડવાના બનાવ બનતા હોય છે તેમજ કેનાલ માંથી પસાર થતાં પાણીના ભેજને કારણે પણ આજુબાજુના ખેડૂતો ને આર્થિક નુકશાની વેઠવાનો વારો આવતો હોય છે ત્યારે આજે હળવદ તાલુકાના દેવળિયા ગામ નજીક પસાર થતી નર્મદા કેનાલની માઇનોર 24 નંબરની કેનાલમાં આજે ગાબડું પડતાં મોટા પ્રમાણમાં પાણી નો વેડફાટ થઇ રહ્યો છે અને પાણી સીધું જ ખેડૂતોના ઉભા પાકમાં ઘૂસી ગયું છે જેને કારણે ખેડૂતો હાલ તો મુશ્કેલીમાં મુકાયા છે સાથે જ વધુમાં જાણવા મળતી વિગતો મુજબ બે દિવસ પહેલા પણ આ કેનાલમાં વધુ પાણી છોડવામાં આવ્યું હોય જેને કારણે કેનાલ છલકાઈ હતી અને ત્યારે પણ આ પેટા કેનાલ નું પાણી ખેડૂતોના ખેતરમાં ઘૂસી ગયું હતું જેથી હાલ તો આ કેનાલનું સમારકામ કરવામાં આવે તે જરૂરી બન્યું છે

- text

- text