ટંકારા નજીક સ્ટેરિંગ જામ થઈ જતા કાર પલ્ટી મારી ગઈ

ટંકારા : ટંકારાની ખિજડીયા ચોકડીથી થોડે દૂર ખાખી મંદિર પાસે કારનુ સ્ટેરીગ જામ થઈ જતા કાર રોડની બાજુના ખાડામા પલ્ટી મારી ગઈ હતી. કારમાં સવાર દંપતિને નજીવી ઇજાઓ પોહચી હતી.

ગત સાંજે રાજકોટ મોરબી રોડ પર ખિજડીયા ચોકડીથી થોડે દૂર ખાખી મંદિર પાસે મોરબી તરફ જતી મોટર કાર ગોલાઈ ઉપર પહોચી ત્યારે કારચાલકને ખ્યાલ આવ્યો કે સ્ટેરીગ ચોટી ગયુ છે અને જોત જોતામાં કાર રોડની બાજુના ખાડામા પલ્ટી મારી ગઈ હતી. ત્યારે અકસ્માત થયાની બુમરાડ સાંભળી રીક્ષા સ્ટેન્ડના ડ્રાયવરો ધટના સ્થળે દોડી ગયા હતા અને કારમા સવાર દંપતીને બહાર કાઢયું હતું સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી અને ગંભીર ઈજા પણ થઈ ન હોય સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.