ટંકારા : આધાર કાર્ડની બંધ કામગીરીનો ઠંડીમાં પોતડી પહેરી અનોખો વિરોધ કરાશે

- text


વિદ્યાર્થી એકતા સંગઠન દ્વારા સંવિધાન દિવસે અનોખો વિરોધ કરાશે

ટંકારા : ટંકારામાં લાંબા સમયથી આધારકાર્ડની સેવા બંધ છે. જેના કારણે અરજદારોને હાલાકી પડી રહી છે. ત્યારે આધાર કાર્ડની બંધ સેવા ચાલુ કરાવવા ટંકારા વિદ્યાર્થી સંગઠન દ્વારા કડકડતી ઠંડીમાં પોતડી પહેરી મામલતદાર કચેરી ખાતે આગામી સંવિધાન દિવસની અનોખો વિરોધ કરવામાં આવશે. જેમાં અનેક ગાંધીવાદી ઉપસ્થિત રહેશે.

ભારતનું બંધારણ 26 નવેમ્બર 1949ના રોજ તૈયાર કરવામાં આવ્યું હતું. અને 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું હતું. દર વર્ષે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આગામી ગુરૂવારે ભારત સંવિધાન દિવસ છે અને સવિધાનને કારણે લોકશાહીમા હક્ક અને ફરજો નાગરિકને મળી છે ત્યારે ટંકારામા વૈશ્વિક મહામારી કોરોના પુર્વે આધારકાર્ડની કામગીરી નિરાધાર બની હોય નવેક મહિના જેટલો લાંબો સમય વિતી ગયો છતાં દેશના રાજા સમા પ્રજા તેના જરૂરી કામગીરી માટે ડોક્યુમેન્ટને લઈને કચેરી ની ઠોકરો ખાઇ રહ્યા છે. ટંકારા વિધાથી એકતા સંગઠન દ્વારા સંવિધાન દિવસે આ માંગણીને લઈ વહેલી સવારથી મામલતદાર કચેરી ખાતે એકજ પાતળી પોતડી પહેરી શિયાળાની કડકડતી ઠંડીમાં ઉભા રહી ને વિરોધ સાથે અનોખી ઉજવણી કરશે અને જયા સુધી આધારકાર્ડની સેવા શરૂ ન થાય ત્યાં સુધી આ કાર્યક્રમ ચાલુ રાખવાની જાહેરાત કરતા ખળભળાટ મચી ગયો છે. રીતસરના ધારાસભ્યથી લઈ શાસક પક્ષના હોદેદારો અને કોગેસના નેતા અને ચુંટાયેલા સભ્યો આ અંગે પોતાનુ સ્ટેન્ડ ક્લિયર કરી કાર્યક્રમમા જોડાવવા ખાસ આમંત્રિત કરશે સાથે રાજ્ય આખાના ગાંધી વાદીઓને પણ આ કાર્યક્રમ મા જોડાવવા માટે આહવાહન કર્યુ છે.

- text

- text