વાંકાનેર : પાઇપલાઇનમાંથી ઓઇલ ચોરીના ગુનામાં નાસતો આરોપી ઝડપાયો

વાંકાનેર : મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રૂપાવટી ગામની સીમમાંથી ક્રૂડ ઓઇલ ચોરીના ગુન્હામાં નાસતો ફરતો આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના રૂપાવટી ગામની સીમમાં સરકારી ખરાબામાં IOCLની પાઇપલાઇનમાં ભંગાણ કરી ઓઇલ ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપી અંગે ખાનગી બાતમીદારોથી પોલીસને માહિતી મળી હતી. તુરત જ એક એસ.ઓ.જી. ટીમ બનાવી ગાંધીનગર જીલ્લાના કલોલ ખાતે મોકલતા નાસતો ફરતો આરોપી અક્ષયભાઇ સામતભાઇ ચાવડા (રહે. હાલ રધુવીર સોસાયટી, વિભાગ નં.-1, મકાન નં-56, જગદિશભાઇ પ્રજાપતિના મકાનમાં, કલોલ, જી.ગાંધીનગર, મુળ રહે. હિરાધન સીટી, ચાંદખેડા અમદાવાદ) મળી આવતા આરોપીને કોવીડ-19 રીપોર્ટ કરાવી ગઇકાલે તા. 22ના રોજ ધોરણસર અટક કરી આગળની તપાસ તજવીજ કરેલ છે.