મોરબી : બૌદ્ધ ધમ્મ સંઘ દ્વારા કોરોના વોરિયર પોલીસકર્મીઓનું સન્માન કરાયું

- text


મોરબી : તાજેતરમાં અખિલ ભારતીય બૌદ્ધ ધમ્મ સંઘ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના કાળ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી બજાવનાર મોરબી જિલ્લાના પોલીસકર્મીઓનું તેમના ફોટોગ્રાફવાળા સન્માન પત્રથી નવાજવામાં આવ્યા હતા. આ સંસ્થાના રાષ્ટ્રીય પ્રમુખ શાંતાબેન મકવાણા અને મોરબી જિલ્લા મહિલા પ્રમુખ સરકારી કર્મચારી હેતલબેન જાદવ દ્વારા પોલીસ અધિકારીઓનું સન્માન કરવામાં આવેલ હતું. જેમાં મોરબી જિલ્લા પોલીસ વડા આઇપીએસ અધિકારી એસપી ઓડેદરા, ક્લાસ ટુ ઑફિસર એવા પોલીસ ઇન્સ્પેકટર જે. એમ. આલ, ક્લાસ ટુ ઑફિસર એવા પોલીસ ઇન્સ્પેકટર ઇમ્તિયાઝ કોંઢયા, પીએસઆઇ નિરાલી શુક્લા, મહિલા પોલીસ સ્ટેશનના અધિકારી ધનલક્ષ્મી ડાંગર સહિતના અનેક પોલીસકર્મીઓનું સન્માન કરવામાં આવેલ હતું.

આ તકે કોરોના કાળ દરમિયાન ઝૂંપડપટ્ટીમાં માસ્ક વિતરણ, નાસ્તા વિતરણ, સાબુ વિતરણ અને ભોજન વિતરણની કામગીરી બદલ સંસ્થાના રાષ્ટ્રીય પ્રમુખ શાંતાબેન મકવાણા અને મોરબી જિલ્લા પ્રમુખ હેતલબેન જાદવનું મોરબી જિલ્લા પોલીસ વડા આઇપીએસ અધિકારી ઓડેદરાના હસ્તે શિલ્ડ તેમજ સર્ટિફિકેટ આપીને સન્માન કરવામાં આવેલ હતું. તેમજ આ તમામ કાર્યક્રમને સફળ બનાવવા માટે અને તમામ સન્માન પત્ર તૈયાર કરવા માટે આ સંસ્થાના રાષ્ટ્રીય મહિલા પ્રમુખ શાંતાબેન મકવાણા અને મોરબી જિલ્લા મહિલા પ્રમુખ સરકારી કર્મચારી હેતલબેન જાદવ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવેલ હતી.

- text

- text