મોરબીમાં ક્રાંતિકારી કેશરીસિંહજીની જન્મજયંતિની ઉજવણી કરાઇ

 

 

મોરબી : મોરબી અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા યુવા મોરબી દ્વારા ક્રાંતિકારી કેશરીસિંહજી બારહટની ૧૪૮મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં કામધેનુ સામે આવેલ મોરબી ડાયલની ઓફિસ ખાતે ક્રાંતિકારી કેશરીસિંહજી બારહટને પુષ્પ અર્પણ કરી દિપ પ્રાગટ્ય કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા પ્રમુખ ડો.કિશોરદાન ગઢવી, પુર્વ એડ.કલેક્ટર પ્રભાતદાન બારહટ, પુર્વ જી.એસ.એ રતનદાન બારહટ, પ્રોફેસર એમ.જી.મારૂતિ, ક્રાંતિકારી સેના મોરબીના રાધેભાઇ પટેલ, પ્રફુલદાન બારહટ, દિનેશભાઈ ગુઢડા, સંજયભા ગઢવી તથા બહોળી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.