મોરબી : સામાકાંઠેથી ઉપડતી રાજકોટ-મોરબી ઇન્ટરસીટી બસ ફરીથી શરૂ કરવાની માંગ

 

 

લોકડાઉનમાં બંધ કરાયા બાદ ફરીથી ઇન્ટરસીટી બસ ચાલુ ન કરાતા સામાકાંઠેના લોકોને હાલાકી

મોરબી : મોરબીના સામાકાંઠે અગાઉ શરૂ કરાયેલી રાજકોટ-મોરબી ઇન્ટરસીટી બસને લોકડાઉનમાં બંધ કરાયા બાદ ફરીથી ચાલુ ન કરાતા સામાકાંઠેના લોકોને હાલાકી પડી રહી છે.આથી આ વિસ્તારના સામાજિક કાર્યકરે મોરબી એસટી ડેપો મેનેજરને રજુઆત કરી ફરીથી સામાકાંઠેથી રાજકોટ-મોરબી ઇન્ટરસીટી બસ ફરીથી શરૂ કરવાની માંગ કરી છે.

મોરબીના સામાકાંઠેના સામાજિક કાર્યકર મહાદેવભાઈ ગોહેલ મોરબી એસટી ડેપો મેનેજરને લેખિતમાં રજુઆત કરીને જણાવ્યું હતું , મોરબી-રાજકોટ વચ્ચે દિવસમાં અનેક ઇન્ટરસીટી બસો દોડી રહી છે.મોટાભાગની એસટી બસો શહેરના જુના અને નવા બસ સ્ટેન્ડથી જ રાજકોટ અવરજવર કરે છે.ત્યારે મોરબીના સામાકાંઠાના લોકોને શહેરના બન્ને બસ સ્ટેન્ડ સુધી ધક્કો ન ખાવો પડે તે માટે અગાઉ સામાકાંઠે મોરબી રાજકોટ વચ્ચે ઇન્ટરસીટી બસ શરૂ કરવામાં આવી હતી.પણ કોરોના કહેરને કારણે લોકડાઉન સમયે આ ઇન્ટરસીટી બસ બંધ કરી દેવામાં આવી હતી.જોકે મોરબીમાં ઘણા સમયથી એસટી સેવા રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે.પણ આ સામાકાંઠાની મોરબી-રાજકોટ વચ્ચેની ઇન્ટરસીટી બસ હજુ સુધી શરૂ કરાઇ નથી.તેથી.સામાકાંઠાના લોકોને ભારે મુશ્કેલી પડી રહી હોવાથી ફરીથી વહેલી તકે સામાકાંઠેથી રાજકોટ-મોરબી ઇન્ટરસીટી બસ શરૂ કરવાની માંગ કરી છે.