મોરબીમાં માત્ર 1 કલાકમાં જ 1 હજાર તુલસીના રોપાનું વિતરણ

- text


 

તુલસી વિવાહ નિમિતે મયુર નેચર કલબ, વન વિભાગ ટંકારા, મોરબી અપડેટ અને ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા યોજાયો તુલસી રોપાના વિતરણનો કાર્યક્રમ

મોરબી : મોરબીમાં તુલસી વિવાહ નિમિત્તે મયુર નેચર કલબ, વન વિભાગ ટંકારા અને ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા તુલસી રોપા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં માત્ર એક જ કલાકમાં એક હજાર તુલસીના રોપાનું વિતરણ થયું હતું.

મોરબીમાં દર વર્ષે આ સંસ્થાઓ દ્વારા તુલસી વિવાહના પ્રસંગ નિમિત્તે તુલસીના રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.જે અંતર્ગત આજે પણ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સવારે 8:45થી જ લોકોની કતારો લાગવાનું શરૂ થઈ ગયુ હતું. બાદમાં 9:15 એ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું અને 10:15 કલાકે વિતરણ પૂર્ણ થઈ ગયું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

- text

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જીતુભાઇ ઠક્કર, એમ.જે. મારૂતિ, ઇન્ડિયન લાયન્સ કલબના પ્રમુખ ભાવેશભાઈ દોશી, હર્ષદભાઈ પટેલ, ઘનશ્યામભાઈ અઘારા અને ટંકારા ફોરેટર કુંડરિયા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

- text