મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંગે સ્પષ્ટતા..

 

આજે રવિવારે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ મોરબી માળીયા વિધાનસભા બેઠક પર રાખવામાં આવ્યો નથી

મોરબી : મોરબી જિલ્લામાં આજે મતદારયાદી સુધારણા કાર્યક્રમની ખાસ ઝુંબેશ છે. પણ આ ઝુંબેશ મોરબી- માળિયા વિધાનસભા મત વિસ્તારમાં નથી. માત્ર વાંકાનેર અને ટંકારા વિધાનસભા મત વિસ્તારમાં તેમજ હળવદમાં ચાલી રહ્યો છે. તાજેતરમાં જ મોરબી- માળિયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી ગઈ હોય જેથી ચૂંટણી પંચના નિયમ અનુસાર આ વિસ્તારમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજવામાં આવ્યો નથી. જેની દરેક જનતાને નોંધ લેવા અપીલ કરાઇ છે.