વાંકાનેર : કારખાનામાં સીડી પરથી લપસીને પડી જતા યુવકનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલ કારખાનામાં સીડી પરથી લપસીને પડી જતા યુવકનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- text

ગઈકાલે તા. 20ના રોજ વાંકાનેરના સરતાનપર રોડ પર કલરટાઇલ કારખાનામાં કામ કરતા બબલુકુમાર ઓમપ્રકાશ રામ (ઉ.વ. 26, મુળ ગામ પીપરસાત (યુ.પી.)) સીડી પરથી લપસી ગયા હતા. આથી, તેને કમરના ભાગે તથા માથાના ભાગે ઇજા થઈ હતી. તેને મોરબીની સીવીલ હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. પોલીસે આ બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

- text