મોરબીના લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણી કરાઈ

મોરબી : ‘દેને કો ટુકડા ભલા, લેને કો હરિનામ’ સૂત્ર સમાજને આપી અને પોતે પણ એ સૂત્ર જીવનમાં ઉતારી જીવન સાર્થક કરી ગયેલા સંત જલારામ બાપાની આજે 221મી જન્મજ્યંતિ છે. જેના નિમિત્તે મોરબીમાં લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે સજાવટ કરી ઉજવણી કરવામાં આવી હતી.

આજે જલારામ બાપાની 221મી જન્મ જયંતી પ્રસંગે લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે લોહાણા વિદ્યાર્થી ભુવનના પ્રમુખ અને જલારામ સમિતિના આયોજક ભુપતભાઈ રવેશીયાએ જલારામ બાપાના ચરણોમાં શીશ જુકાવી લોહાણા સમાજમાં સુખ-સમૃદ્ધિ રહે અને લોકોને કોરાનાની મહામારી સામે રક્ષા કરવા પ્રાર્થના કરી હતી. આ તકે લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા ઉપસ્થિત રહ્યા હતા. અને જલારામ જયંતીની શુભેચ્છાઓ પાઠવી હતી.