દેને કો ટુકડા ભલા : જલારામ બાપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જલારામ જયંતિની સાર્થક ઉજવણી કરાઈ

- text


મોરબી : ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ના સૂત્રને પોતાના જીવનમાં ચરિતાર્થ કરી ગયેલા સંત જલારામ બાપાની આજે 221મી જન્મજયંતિ છે. ત્યારે મોરબીના જલારામ બાપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃતિઓ કરી જલારામ જયંતીની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી છે. અને જલારામ બાપાના સૂત્ર ‘દેને કો ટુકડા ભલા, લેને કો હરિનામ’ને સાર્થક કર્યું છે.

મોરબીના જલારામ બાપા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કંચનબેન ડી.ભટ્ટી, દીપકભાઈ ભટ્ટી, મનીષભાઈ ભટ્ટી તથા વિશાલભાઈ એમ.મકાણી (મોરબી સંચાલક) દ્વારા વાવડી રોડ પર સોમૈયા સોસાયટીમાં બ્લોક નં-7 ખાતે સંસ્થા ચલાવવામાં આવે છે. આજે સંત જલારામ બાપાની 221મી જન્મજ્યંતિ નિમિત્તે ટ્રસ્ટ દ્વારા મોરબીની તમામ હોસ્પિટલમાં ફ્રી ટિફિન સેવા તથા જરૂરિયાતમંદ લોકોને ફ્રી ટિફિન સેવા પહોંચાડવામાં આવી છે. તેમજ શહેરના મયુર બ્રિજ અને ચકીયા હનુમાન મંદિર પાસે ગરીબ લોકોને કપડાં અને બુંદી-ગાંઠિયાનું વિતરણ વિતરણ કરેલ છે. આમ, ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદોની સેવા કરી જલારામ બાપાની જન્મજ્યંતિની સાર્થક ઉજવણી કરાઈ છે.

- text

- text