જુના દેવળીયા ગામે એસિડ પી જતા મહિલાનું સારવાર દરમિયાન મોત

- text


હળવદ : હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે એસિડ પી જતા મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

જુના દેવળીયા ગામે કોળીવાસમાં રહેતા નવઘણભાઇ મેરૂભાઇ દેગામા (ઉ.વ. 21)એ ફરિયાદ લખાવી છે કે તેમના માતા હંસાબેન મેરૂભાઇ દેગામાએ ગત તા. 13ના રોજ પોતાના ઘરે જાતેથી એસીડ પી લીધું હતું. આથી, તેને પ્રથમ સારવાર મોરબીની ખાનગી હોસ્પીટલમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પીટલમાં લઇ જવાયા હતા. અને ત્યારબાદ વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પીટલમાં દાખલ કરેલ હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું. ઉલ્લેખનીય છે કે મૃતકને છેલ્લા બેએક વર્ષથી અવારનવાર શારીરીક બિમારી રહેતી હતી. અને તેને ટીબી થઇ જતા માનસીક ટેન્શનમાં આવી જતા અંતિમ પગલું ભર્યું હતું. આ બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

- text


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…
https://t.me/morbiupdate

- text