મોરબી-માળીયા હાઇવે પર હિટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા વૃદ્ધનું મોત

મોરબી : મોરબી-માળિયા નેશનલ હાઈવે પર આશીર્વાદ હોટલ નજીક કોઈ વાહન ચાલક અજાણ્યા ભિક્ષુકને હડફેટે ચડાવી નાસી ગયા બાદ અકસ્માતગ્રસ્ત ભિક્ષુકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા પોલીસે નોંધ કરી અકસ્માત સર્જી નાસી જનાર વાહન ચાલકની શોધખોળ આદરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોરબી- માળિયા નેશનલ હાઈવે પર આશીર્વાદ હોટલ નજીક આશરે ૬૦ વર્ષીય ભિક્ષુક અને માનસિક દિવ્યાંગ પુરુષને કોઈ અજાણ્યા વાહન ચાલકે ગત તારીખ ૨૮/૧૦/૨૦ના રોજ હડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ સાથે પ્રથમ મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસલીટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું ૧૫ નવેમ્બરના રોજ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે ચાની હોટલ ધરાવતા ૨૬ વર્ષીય યુવાન સલીમભાઈ સુભાનભાઈ કટિયાએ અજાણ્યા વાહન ચાલક સામે માળીયા પો. મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેને આધારે માળીયા મી. પો. મથકના પો. સબ. ઇન્સ. એન. બી. ડાભીએ અજાણ્યા વાહન ચાલકની શોધખોળ આદરી છે. મૃતક પાસેથી તેની ઓળખ મળે એવી કોઈ નિશાની મળી આવી નથી.


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…
https://t.me/morbiupdate