માળીયા (મી.) : કાર અને બાઈક વચ્ચે અકસ્માતની પોલીસ ફરિયાદ નોંધાઈ

માળીયા (મી.) : ગત તા. 16ના રોજ સાંજે 6 વાગ્યે મોરબીથી કચ્છ જતા હાઇવે પર આરામ હોટલની સામે અલ્ટો કાર રજી. નં.GJ-23-AN-2679ના ચાલકે કાર બેદરકારીપૂર્વક ચલાવી હાઇવે રોડ ઉપર જતા ફરીયાદી સામળાભાઇ રામભા બળદાના મો.સા.રજી.નં.GJ-03-ED-7475 ને પાછળથી ઠોકર મારી હતી. આ અકસ્માતના લીધે બાઇકસવાર ફરીયાદીને તથા સાહેદને ઇજા પહોંચી હતી. હાલમાં માળીયા (મી.) પોલીસે ફરિયાદ નોંધી કારચાલકને પકડવા તજવીજ હાથ ધરી છે.


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…
https://t.me/morbiupdate