મોરબી : મુનનગરમાં પીવાના પાણી વિતરણના ધાંધિયાથી સ્થાનિકો પરેશાન

- text


મોરબી : ઓણ સાલ મેઘરાજાએ જરૂરત કરતા વધુ મહેર કરી હોવા છતાં તંત્રની અણધડ નીતિને કારણે મોરબી શહેરના વોર્ડ નંબર 9ના મુન નગરમાં પાણી વિતરણ અનિયમિત થતા સ્થાનિકોમાં નારાજગી સાથે રોષ વ્યાપ્યો છે.

મોરબી શહેરના વોર્ડ નંબર 9 સ્થિત મૂનનગરના રહેવાસીઓને પીવાના પાણીના ફાંફા પડી રહ્યા હોવાની વિગતો સામે આવી છે. મોરબી નગરપાલિકાના વૉર્ડનં 9ના વિસ્તાર માં આવેલ મૂનનગર ચોકમાં આવેલ સતવારાના વાડી વિસ્તારમાં તહેવારોના સમયે પીવાના પાણીની વ્યાપક તંગી ઉભી થઇ છે. આ વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી કોઈ કારણવશ પાણી વિતરણ કરવામાં આવતું ન હોવાનું સ્થાનિક હિતેશ સતવારાએ જણાવ્યું હતું. સ્થાનિકોને પીવાના તથા ઘર વપરાશ માટેના પાણી માટે કુવા તથા બોરવેલના પાણીનો સહારો લેવો પડી રહ્યો છે. આ અંગે તંત્રને અનેક રજુઆતો કરવા છતાં તંત્ર તરફથી કોઈ ધ્યાન આપવામાં આવતું ન હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ થઈ રહ્યો છે. હાલ લગ્નસરાની સિઝન પણ શરૂ થવા જઈ રહી હોય પાણીનો વધુ વપરાશ એ સંદર્ભે જરૂરી બન્યો હોય ત્યારે લોકોમાં પીવાના પાણીના નિયમિત વિતરણની માંગ પ્રબળ બની રહી છે.

- text


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…
https://t.me/morbiupdate

- text