જાંબુડીયા ગામ પાસે ડમ્પરે હડફેટે લેતા કાકા-ભત્રીજાના કરુણ મોત

- text


મોરબી : મોરબી તાલુકાના જાંબુડીયા ગામ નજીક ડમ્પર નં GJ-13-W-2973ના ચાલકે બેદરકારીપૂર્વક ડમ્પર ચલાવી બાઇકને હડફેટે લેતા બાઇકમાં સવાર કાકા-ભત્રીજાના કરુણ મોત નિપજ્યા હતા.

આ અકસ્માત અંગે ફરીયાદી હંસાબેન ભીખાભાઇ ગવારીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે મોરબી તાલુકાના જાંબુડીયા ગામ નજીક ડમ્પર નં GJ-13-W-2973ના ચાલકે બેદરકારીપૂર્વક ડમ્પર ચલાવી તેમના દિયરના મો.સા.નં. GJ 13 P 4958 ને હડફેટે લીધું હતું. આથી, અક્સ્માત સર્જાતા ફરી.ના દિયર દેવાભાઇને બન્ને હાથમાં તથા માથામાં ગંભીર ઇજા થઇ હતી. તેમજ ફરી.ના દિકરા ભોલાભાઇને માથામાં તથા ડાબા હાથમાં ખંભાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. અને બંનેના મૃત્યુ થયા હતા. આ અકસ્માત થતા આરોપી પોતાના ડમ્પરને સ્થળ પર મુકી નાશી ગયો હતો. હાલમાં પોલીસ આરોપીને પકડવા કાર્યવાહી કરી રહી છે.

- text


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…

https://t.me/morbiupdate

- text