ભાઈબીજ કરવા બેનની ઘરે જઈ રહેલા ત્રણ ભાઈઓને હળવદ નજીક અકસ્માત નડ્યો, એકનું મોત

- text


એક ભાઈનું મોત, બે ઈજાગ્રસ્ત : ઘાયલોને વધુ સારવાર માટે મોરબી ખસેડાયા

હળવદ : ગતરાત્રીના હળવદ હાઈવે પર આવેલ કોયબા ગામના પાટિયા નજીક વડોદરા જીલ્લાના સાવલીના નારા ગામથી સામખયારી પાસેના લાકડિયા ગામે રહેતી બેનના ઘરે ભાઈબીજ કરવા નીકળેલા યુવકોને કારચાલકે હડફેટે લેતા એક યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બે યુવકોને ગંભીર ઈજા પહોંચતા પ્રથમ હળવદ અને ત્યારબાદ વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ ગતરાત્રીના વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના નારા ગામે રહેતા ગજેન્દ્રકુમાર જીતેન્દ્રભાઇ પરમાર (ઉંમર વર્ષ ૧૯), વનરાજસિંહ અનુપમસિંહ (ઉંમર વર્ષ ૨૪) અને કેતનસિંહ અર્જુનસિંહ (ઉંમર વર્ષ ૧૮), આ ત્રણેય કાકા-દાદાના ભાઈઓ પલ્સર બાઈક જી.જે ૬ ટી.શી.૪૬૦ લઈને સામખયારી પાસેના લાકડિયા ગામે કેતનસિંહના બેનના ઘરે ભાઈબીજ કરવા માટે નીકળ્યા હતા.

- text

ત્યારે આ ત્રણેય બાઇક સવાર હળવદ હાઈવે પરના કોયબા ગામના પાટીયા પાસેથી પસાર થતા હતા. એ વેળાએ જીજે-૧-આરએસ-૫૯૯૨ના કારચાલકે હડફેટે લેતા ગજેન્દ્ર કુમાર પરમારનું કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. જ્યારે વનરાજસિંહ અને કેતનસિંહને ઇજાઓ પહોંચતા પ્રથમ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ ગયો હતો. બનાવને પગલે કવાડીયા બીટ જમાદાર મનહરભાઈ પ્રજાપતિ સહિતના પોલીસ જવાનો અકસ્માત સ્થળે દોડી આવી મૃતકની લાશને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…
https://t.me/morbiupdate

- text