ટંકારા : કારખાનામાં તસ્કરોનો હાથફેરો, પણ કંઈ હાથ ન લાગ્યું.. જુઓ CCTV

ટંકારા : ટંકારા નજીક કારખાનામાં ચાર તસ્કરો હાથફેરો કરવા આવ્યા હતા. પરંતુ ચોરી કરવા જેવું કંઈ હાથ ન લાગતાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

ગત તા. 15ના રોજ ટંકારામાં લતીપર રોડ પર સીટી આર્ટ સ્ટીલ નામે કારખાનામાં ચાર તસ્કરો ત્રાટક્યા હતા. તહેવારના દિવસો હોવાથી કારખાનું બંધ હતું. આ ચારેય તસ્કરો કારખાનાના સીસીટીવીમાં કેદ થઇ ગયા હતા. કારખાનામાંથી કોઈ કિંમતી વસ્તુ હાથ ન લાગતાં તસ્કરોનો ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. પરંતુ તેઓ CCTV કેમરામાં કેદ થઇ ગયા હતા.. જુઓ વિડિઓ..


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…
https://t.me/morbiupdate