MCX ડેઈલી રિપોર્ટ : સોનાના વાયદાના ભાવમાં મિશ્ર વલણ, ચાંદીમાં નરમાઈનો માહોલ

- text


કોટનમાં ૧૧,૭૨૫ ગાંસડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૫૧,૩૦૦ ગાંસડીના સ્તરે : ક્રૂડ તેલમાં નોમિનલ વૃદ્ધિ: કપાસ, કોટન, સીપીઓ, મેન્થા તેલમાં સાર્વત્રિક ઘટાડો: પ્રથમ સત્રમાં રૂ.૧૨,૫૮૮ કરોડનું ટર્નઓવર

મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૧,૮૫,૪૨૮ સોદામાં રૂ.૧૨,૫૮૮.૨૯ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાના વાયદાના ભાવમાં મિશ્ર વલણ હતું, જ્યારે ચાંદીમાં નરમાઈનો માહોલ હતો. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં નોમિનલ વૃદ્ધિ થઈ હતી. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, કોટન, સીપીઓ અને મેન્થા તેલમાં સાર્વત્રિક ઘટાડો થયો હતો.

દરમિયાન, કીમતી ધાતુનો સૂચકાંક બુલડેક્સ નવેમ્બર વાયદો ૧૫,૬૮૩ ખૂલી, ઊપરમાં ૧૫,૭૪૫ અને નીચામાં ૧૫,૬૩૮ બોલાઈ, ૧૦૭ પોઈન્ટની મૂવમેન્ટ સાથે પ્રથમ સત્રનાં અંતે ૧૪ પોઈન્ટ ઘટી ૧૫૬૬૮ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે બિનલોહ ધાતુઓનો સૂચકાંક મેટલડેક્સનો નવેમ્બર વાયદો ૧૨,૮૪૪ ખૂલી, ઊંચામાં ૧૨,૯૦૪ અને નીચામાં ૧૨,૮૩૨ બોલાઈ, ૭૨ પોઈન્ટની મૂવમેન્ટ સાથે પ્રથમ સત્રનાં અંતે ૬ પોઈન્ટ સુધરી ૧૨,૮૭૯ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૦૩૧૩૬ સોદાઓમાં રૂ.૬૨૩૫.૩૯ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦૮૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૫૦૯૫૫ અને નીચામાં રૂ.૫૦૭૩૮ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨ વધીને રૂ.૫૦૮૩૨ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૯ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ.૪૦૭૩૭ અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૪ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ.૫૧૧૬ થયા હતા, જ્યારે સોનું-મિની ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧ ઘટીને બંધમાં રૂ.૫૦૮૬૯ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૩૬૯૦ ખૂલી, ઊપરમાં રૂ.૬૩૭૧૫ અને નીચામાં રૂ.૬૩૧૦૦ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૦૪ ઘટીને રૂ.૬૩૩૮૭ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ.૨૯૫ ઘટીને રૂ.૬૩૩૯૩ અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૂ.૨૮૩ ઘટીને રૂ.૬૩૩૯૬ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૫૮૬૫૮ સોદાઓમાં રૂ.૨૮૧૨.૭૮ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૩૦૯૪ ખૂલી, ઊપરમાં રૂ.૩૧૦૮ અને નીચામાં રૂ.૩૦૫૯ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩ વધીને રૂ.૩૦૭૭ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૩૨૧૬ સોદાઓમાં કુલ રૂ.૪૧૬.૨૧ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન નવેમ્બર વાયદો ગાંસડીદીઠ રૂ.૧૯૯૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૯૯૬૦ અને નીચામાં રૂ.૧૯૮૭૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૯૦ ઘટીને રૂ.૧૯૮૯૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૯૧૮.૬ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૩.૨ ઘટીને બંધમાં રૂ.૯૧૨.૯ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૯૫૫.૧ ખૂલી, ઊપરમાં રૂ.૯૬૦ અને નીચામાં રૂ.૯૪૮.૭ રહી, અંતે રૂ.૯૫૧.૯ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૧૭૪ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૭૪.૫ અને નીચામાં રૂ.૧૧૭૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે ૫૦ પૈસા ઘટીને રૂ.૧૧૭૨.૫ ના સ્તરે બંધ રહ્યો હતો.

- text

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૧૭૯૮૧ સોદાઓમાં કુલ રૂ.૩૨૮૩.૪૯ કરોડ ની કીમતનાં ૬૪૫૬.૪૮૮ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૮૫૧૫૫ સોદાઓમાં કુલ રૂ.૨૯૫૧.૯૧ કરોડ ની કીમતનાં ૪૬૪.૬૯૪ ટન, ક્રૂડ તેલમાં ૨૫૦૪૫ સોદાઓમાં રૂ.૧૩૫૬.૫૩ કરોડનાં ૪૩૯૬૮૦૦ બેરલ્સ, કોટનમાં ૩૫૯ સોદાઓમાં રૂ.૨૩.૪૫ કરોડનાં ૧૧૭૨૫ ગાંસડી, સીપીઓમાં ૨૮૧૧ સોદાઓમાં રૂ.૩૮૯.૩૮ કરોડનાં ૪૨૬૩૦ ટન, મેન્થા તેલમાં ૨૪ સોદાઓમાં રૂ.૨.૫૮ કરોડનાં ૨૭ ટન, કપાસમાં ૨૨ સોદાઓમાં રૂ.૭૯.૭૨ લાખનાં ૧૩૬ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૬૪૩૯.૬૩૨ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૮૨.૮૭૪ ટન, ક્રૂડ તેલમાં ૩૭૬૪ બેરલ્સ, કોટનમાં ૫૧૩૦૦ ગાંસડી, સીપીઓમાં ૮૪૬૬૦ ટન, મેન્થા તેલમાં ૧૫૦.૧૨ ટન અને કપાસમાં ૪૮૦ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૨૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૮૫.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૧ અને નીચામાં રૂ.૭૯ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૯૭ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૫૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૨૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૫૩ અને નીચામાં રૂ.૯૫.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩૯ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૩૫૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૩૮૬૦ અને નીચામાં રૂ.૩૫૦૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૭૨૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૨૧૮ ખૂલી, ઊપરમાં રૂ.૨૮૦ અને નીચામાં રૂ.૨૧૮ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૬૯ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૩૧૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૩૬ ખૂલી, ઊપરમાં રૂ.૩૬ અને નીચામાં રૂ.૧૩ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૮.૨ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૩૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૫.૬ ખૂલી, ઊપરમાં રૂ.૧૨ અને નીચામાં રૂ.૩.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૭.૩ બંધ રહ્યો હતો.

- text