કોરોનાના અંધકારમાંથી આશાનો ઉજાશ લાવનાર દીપાવલી પર્વની મોરબીવાસીઓએ કરી હર્ષોલ્લાસભેર ઉજવણી

- text


કોરોના સામે સજાગતા રાખીને મોરબીવાસીઓએ દીપાવલીની ધૂમધડાકાભેર ઉજવણી કરી : છેલ્લી ઘડી સુધી બજારોમાં ખરીદીનો માહોલ જામતા વેપારીઓના ચહેરા ખીલી ઉઠ્યા : દરેક લોકોએ એકમેકને દિવાળીની હાર્દિક શુભકામનાઓ આપી, સોશ્યલ મીડિયા ઉપર હેપ્પી દિવાલીની શુભેચ્છાઓનો વરસાદ થયો : વેપારીઓ શુભ મુહૂર્તમાં ચોપડા પૂજન કર્યું

મોરબી : જીવનમાં રહેલા અંધકારને દૂર કરી નૂતન આશાનો સંચાર કરનાર તેજોમય પ્રકાશના પર્વ દીપાવલીની મોરબીવાસીઓએ હર્ષોલ્લાસભેર ઉજવણી કરી છે. હાલના કોરોનાના અંધકાર પર દિવાળીનો તેજોમય પ્રકાશ વિજય કરશે એવી આશા સાથે મોરબીવાસીઓએ આ પ્રકાશના પર્વને ધૂમધડાકાભેર ઉજવ્યું હતું. ખાસ કરીને કોરોનાને મનમાં હાવી થવા દેવાને બદલે સંક્રમણ ન ફેલાય તે અંગેની સજાગતા કેળવીને લોકોએ દિવાળીની ઉજવણી કરી હતી. દરેક લોકોએ એકમેકને દિવાળીની હાર્દિક શુભકામનાઓ આપી હતી અને સોશ્યલ મીડિયા ઉપર હેપ્પી દિવાલીની શુભેચ્છાઓનો વરસાદ થયો હતો.

મોરબીમાં આજે દિવાળીની ઉમગ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. દરેક ઘરના આંગણે આસોપાલવના તોરણો બંધાયા હતા અને દરેક ધરના આંગણા દીપ અને હેપ્પી દિવાળીની કલાત્મક રંગોળીથી દિપી ઉઠ્યા હતા. તમામ ઘરોમાં રોશનીનો શણગાર કરવામાં આવ્યો હતો. લોકોએ પોતાના ઘરમાં કે ફળિયામાં રોશનીનો ઝગમગાટ કર્યો હતો. દરેક ઘરે દીપ પ્રજાજ્વલિત થયા હતા. એકંદરે દિવાળી નિમિતે દરેક ઘરમાં ખુશીઓ લોકોએ પોતાના મિત્રો,સ્વજનો,પરિજનો સાથે ઉમળકાથી હેપ્પી દિવાળીની શુભકામના પાઠવી હતી. દરેક લોકોએ એકબીજાના મીઠાઈથી મોઢા મીઠા કરાવીને હેતથી પ્રકાશના પર્વને મનાવ્યું હતું. ખાસ કરીને હાલની કોરોનાની મહામારીના ધોર અંધકરને દિવાળીના પ્રકાશનો ઉદીપક જ દૂર કરશે તેવી લોકોમાં શ્રદ્ધા જાગી હતી.

જયારે આ વર્ષે તમામ તહેવારોની કોરોનાએ પથારી ફેરવી દીધા બાદ હવે આ દિવાળીના તહેવારની અનોખી આશા સાથે ઉજવણી કરવા માટે મોરબીવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જેની સીધી અસર મોરબીની બજરોમાં ખરીદી પર પડી હતી. જેમાં દિવાળીના તહેવારો શરૂ થતાં લોકો ખરીદી કરવા બજારોમાં ઉમટી પડ્યા હતા.આથી સુમસામ રહેતી બજારોમાં દિવાળીની રોનક દેખાઈ હતી. ખાસ કરીને ધનતેરસે સોનિબજારમાં શુકનવતી સોનાની ખરીદી થતા ઝવેરીઓ મલકાઈ ઉઠ્યા હતા.એકંદરે દરેક ચીજવસ્તુઓની ખરીદી થઈ હતી.ખાસ કરીને દિવાળીના દિવસે છેલ્લી ઘડી સુધી બજારોમાં તમામ ચીજવસ્તુઓની ખરીદી થઈ હતી. આજે દિવાળીને લઈને લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે મોટાભાગના લોકોએ ઘરેબેઠા જ પરિવાર સાથે હસીખુશીથી દિવાળી મનાવી હતી. જ્યારે વેપારીઓએ શુભ મુહૂર્તમાં લક્ષ્મી પૂજન એટલે ચોપડા પૂજન કર્યું હતું. ગયા વર્ષના હિસાબ કિતાબના લેખાજોખા કરીને લક્ષ્મી માતાજીના પૂજન સાથે નવા ચોપડાના શ્રીગણેશ કર્યા છે .જ્યારે બાળકો અને યુવાનોએ ફટાકડાની આતિષબાજી કરી હતી. દીવાળીની આખી રાત દરેક ઘર પાસે મેદાનમાં વિવિધ જાતના ફટકફ ફૂટતા રહ્યા હતા.

- text

મોરબી અપડેટ પરીવાર દેશ અને દુનિયામાં રહેતા મોરબીવાસીઓ સહીત તમામ લોકોને દિવાળી અને નૂતનવર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.

વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…

https://t.me/morbiupdate

 

- text