મોરબી : સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા દીપાવલી ઉત્સવનું આયોજન કરાયું

મોરબી : મોરબીની સ્વામિનારાયણ ગુરૂકલ દ્વારા શુભ દીપાવલી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તારીખ ૧૪/ ૧૧/૨૦૨૦ ના રોજ સાંજે ૭ થી ૯ દીપાવલી ઉત્સવ જેમાં ઘનશ્યામ મહારાજ ની સન્મુખ દિવડા તેમજ અવનવા લાઈટિંગ થી ડેકોરેશન કરવામાં આવ્યું છે. જ્યારે તારીખ ૧૫/૧૧/૨૦૨૦ ના રોજ સવારે ૯ થી ૧૧ અન્નકુટ દર્શન નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાડીલા ઘનશ્યામ મહારાજને સંતો દ્વારા તૈયાર કરેલ અનેક વાનગીઓનો રાજભોગ જોવા મળશે. જ્યારે તારીખ ૧૬/૧૧/૨૦૨૦ ના રોજ સ્નેહ મિલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેનો સમય સવારના ૭ થી ૯ રાખેલ છે જેમાં સત્સંગ તેમજ સ્નેહમિલન નું આયોજન કર્યું છે.