ડાયમંડનગરમાં બાળકોએ નર્મદેશ્વર ઘાટની સફાઈ કરી દિવાળી પર્વની ઉજવણી કરી

મોરબી: દિવાળીનો પર્વ આવે એટલે લોકો પોતાના ઘરની સફાઈ કરતા હોય છે, એવી જ રીતે ડાયમંડનગર(આમરણ) ખાતે 14 નવેમ્બર દિવાળીના પર્વના રોજ શંકર ભગવાનના મંદિરની નજીક આવેલ નર્મદેશ્વર ઘાટની મેહુલભાઈ ગાંભવા તથા ગામના બાળકો દ્વારા સફાઈ કરીને ઉજવણી કરવામાં હતી. આમ ડાયમંડનગર ગામના બાળકોએ દિવાળી નિમિત્તે સફાઈ અભિયાન ચલાવી ગામના મંદિર આસપાસનો વિસ્તાર ચોખ્ખો કરી લોકોને દિવાળીની પ્રેરણાદાયી ઉજવણીનો સંદેશ પાઠવ્યો હતો.