રવિવારે ધોકો, નૂતન વર્ષની ઉજવણી સોમવારે કરાશે…

- text


અમુક ગ્રામ્ય વિસ્તારોમાં રવિવારે નવા વર્ષની ઉજવણી કરાશે તો મોટાભાગના વિસ્તારોમાં સોમવારે નવા વર્ષની ઉજવણી કરાશે

મોરબી : દિવાળીના તહેવારોમાં આ વખતે તિથિઓને કારણે દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી ક્યાં દિવસે ઉજવણી કરવી તે અંગે મોરબીવાસીઓ અસમંજમાં મુકાયા છે. જેમાં ગઈકાલે ધનતેરસ હતી અને આજે બપોરે સુધી કાલી ચૌદશ અને બપોર પછી દિવાળીના તહેવારની ઉજવણી થઈ રહી છે. ત્યારે આવતીકાલે રવિવારે બેસતું વર્ષ કે ,પરમ દિવસે ? તે અંગે જાણીતા શાસ્ત્રી જીજ્ઞેશ પંડ્યાએ જણાવ્યું હતું કે ,સોમવારે નૂતન વર્ષની ઉજવણી કરી શકાશે અને કાલે રવિવારે પડતર દિવસ એટલે ધોકો રહેશે.

- text

મોરબીમાં દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી અંગે લોકોમાં મતમતાંર જોવા મળી રહ્યા છે. જોકે આજે દિવાળી ઉજવાય રહી છે. અમુક લોકો કાલે રવિવારે નવું વર્ષ ઉજવશે. જેમાં જાણવા મળતી વિગતો અનુસાર મોરબીના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ હળવદના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં કાલે રવિવારે બેસતું વર્ષ ઉજવાશે. મોરબીના જેતપર ગામે કાલે રવિવારે અન્નકૂટ ધરાશે અને સોમવારે નવું વર્ષ ઉજવાશે. આમ અમુક લોકો રવિવારે નવું વર્ષ ઉજવશે તો મોટાભાગ લોકો સોમવારે બેસતું વર્ષ ઉજવશે.આમ બેસતા વર્ષની ઉજવણીમાં સર્જાયેલા અસમજતા અંગે જાણીતા શાસ્ત્રી જીજ્ઞેશ પડ્યાએ સ્પષ્ટતા કરી છે કે,સોમવારે નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે અને કાલે રવિવારે પડતર દિવસ એટલે ધોકો રહેશે.

મોરબી અપડેટ પરીવાર દેશ અને દુનિયામાં રહેતા મોરબીવાસીઓ સહીત તમામ લોકોને દિવાળી અને નૂતનવર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.

વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…

https://t.me/morbiupdate

- text