માળીયા (મી.)માં જુગાર રમતા ચાર ઝડપાયા

માળીયા (મી.) : માળીયા મીંયાણામાં જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ બનાવ અંગે માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગઈકાલે તા. 11ના રોજ માળીયા (મી.)ના વાંઢ વિસ્તારમાં સલેમાનભાઇ સામતાણીના મકાનની પાછળ ખુલ્લા વાડામા જુગાર રમતા હૈદરભાઇ ખીમાભાઇ માણેક, ગુલામરસુલ મુસાભાઇ માલાણી, રહેમાનભાઇ દાઉદભાઇ મોવર અને હનીફભાઇ મુસાભાઇ ભટ્ટીને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 17,300 જપ્ત કર્યા છે. તેમજ આરોપીઓની અટકાયત કરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate