મોરબી અપડેટ દ્વારા કાલે ગુરૂવારે રંગોળી સ્પર્ધાનું આયોજન

- text


મોરબી : મોરબી અપડેટ દ્વારા રોજબરોજના સમાચારો અને મોરબીની પળેપળની હલચલ નિયમિત મોરબીવાસીઓને સચોટ અને સરળ રીતે પહોંચાડવામાં આવે છે. તેમજ મોરબી અપડેટ યુવા જ્ઞાનોત્સવ, સ્પર્ધાઓ જેવી વિવિધ પ્રવૃત્તિઓના આયોજનમાં અગ્રેસર હોય છે. આજથી દિવાળીના તહેવારો ચાલુ થઈ ગયા છે. જેને અનુલક્ષીને મોરબી અપડેટ દ્વારા આવતીકાલ ગરૂવારે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.

મોરબી અપડેટ દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન આવતીકાલ તા. 12 નવેમ્બરને ગુરૂવારના રોજ બપોરે 3 થી 5 વાગ્યા દરમિયાન મોરબીના વસંત પ્લોટ મેઇન રોડ પર મોરબી નાગરિક બેંક સામે લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે કરવામાં આવ્યું છે. વધુ વિગત માટે અને સ્પર્ધામાં ભાગ લેવા માટે મો.નં. 99043 44408 અને 81286 45924 પર સંપર્ક કરવાનો રહેશે.

રંગોળી સ્પર્ધાના નિયમો

1. રંગોળી વધુમાં વધુ 4×4 ફૂટની જ બનાવાની રહેશે.
2. આ સ્પર્ધા માત્ર લેડીઝ માટે જ છે.
3. રંગોળીમાં પાકા કલરનો ઉપયોગ કરવાનો રહેશે નહિ.
4. રંગોળીમાં ચિરોડી કલર, કુલ, પથ્થર, ઘરની સામગ્રી વગેરેનો ઉપયોગ કરી શકાશે.
5. એક રંગોળી માટે એક જ વ્યકિત ભાગ લઇ શકશે.
6. સ્પર્ધામાં માત્ર 50 જ એન્ટ્રી લેવાની હોય, રજીસ્ટ્રેશન ‘વહેલા તે પહેલા’ના ધોરણે કરવામાં આવશે.
7. રંગોળી સ્પર્ધા દરેક જ્ઞાતિની બહેનો માટે નિ:શુલ્ક છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text