મતદારોની સાથે અપક્ષ ઉમેદવારોએ પણ ભાજપને જીતાડવામાં ભજવી ચાવીરૂપ ભૂમિકા

- text


 

મોરબીમાં ભાજપના અપક્ષોના મેનેજમેન્ટ સામે કોંગ્રેસ વામણી પુરવાર થઇ

ભાજપને લીડ મળી 4649 મતોની, જ્યારે અપક્ષો 15,692 મત લઈ ગયા

ભાજપના બ્રિજેશ મેરજાને 45.14 ટકા, કોંગ્રેસના જેન્તીભાઈ પટેલને 41.09 ટકા તો સામે અપક્ષ ઉમેદવારોને 11.76 ટકા અને નોટામાં 2.01 ટકા મત પડ્યા

મોરબી : મોરબી- માળિયાની પેટાચૂંટણી રાજ્યની અન્ય સાત બેઠકોની પેટાચૂંટણી કરતા રોમાંચિત રહી છે. અહીં બન્ને ઉમેદવારો વચ્ચે છેક સુધી ભારે રસાકસી જામ્યા બાદ ભાજપનું પલ્લું ભારે થયું હતું. આ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ભાજપના વોટશેરિંગના ગણિતને સમજવામાં નિષ્ફળ ગયું હોય હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.

આંકડાકીય વિગતો જોઈએ તો મોરબી- માળિયા વિધાનસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાને કુલ મતમાંથી 45.14 ટકા મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ પટેલને 41.09 ટકા મત મળ્યા છે. સામે અપક્ષ ઉમેદવારો 11.76 મત લઈ ગયા છે. અને નોટામાં 2.01 ટકા મત પડ્યા છે. ભાજપ અને કોંગેસ બન્ને ઉમેદવારો વચ્ચે મતની ખૂબ પાતળી લીડ છે. માત્ર 4.05 ટકા વધુ મત મળતા ભાજપ બેઠક કબ્જે કરવામાં સફળ રહ્યું છે.

અપક્ષ ઉમેદવારોન મત જોઈએ તો સતવારા સમાજના વસંતલાલ પરમાર 6649 મત, મોવર નિઝામભાઈ 3162 અને બ્લોચ ઇસ્માઇલભાઈ 2106 મત લઈ ગયા છે. જ્યારે નાના મોટા થઈને 10 જેટલા અપક્ષ ઉમેદવારો મતદાનના કુલ મતના 11.76 ટકા મત પોતાના ખાતામાં લઈ ગયા છે. જો આ મત કોંગ્રેસમાં પડત તો ભાજપે સીટ ગુમાવવાનો વારો આવત. પરંતુ ભાજપે અપક્ષનું મેનેજમેન્ટ કરીને કોંગ્રેસના મતને ડાયવર્ટ કર્યા હતા. જેથી ભાજપની જીત પાછળનું મુખ્ય કારણ અપક્ષ મેનેજમેન્ટને માનવામાં આવી રહ્યું છે. વિધાનસભા પેટાચૂંટણીના આ જંગમાં કોણ ઉમેદવાર બાજી મારશે તે કહેવું અંતિમ ઘડી સુધી અશક્ય જેવું હતું. તેવામાં અપક્ષ મેનેજમેન્ટના કારણે ભાજપે વિજય મેળવી લીધો હતો.


કોને કેટલા ટકા મત મળ્યા?

બ્રિજેશ મેરજા ( ભાજપ) : 45.14 ટકા
જેન્તીભાઈ પટેલ ( કોંગ્રેસ) : 41.09 ટકા
અપક્ષ : 11.76 ટકા
નોટા : 2.01 ટકા

- text


માળિયામાંથી કોંગ્રેસને જે અપેક્ષા હતી તે ન ફળી પણ મોરબી શહેર- તાલુકામાં અગાવની ચૂંટણી કરતા સારો દેખાવ

માળિયા પંથકમાંથી વધુમાં વધુ મત કવર કરી શકાશે તેવું કોંગ્રેસનું ગણિત ખોટું પડ્યું છે. અત્યાર સુધી આ વિસ્તારોમાં કોંગ્રેસને જેટલો પ્રતિસાદ મળ્યો છે. તે આ વખતે મળ્યો નથી. સામે આ વિસ્તારમાં ભાજપને ધાર્યા કરતાં સારું પરિણામ મળ્યું છે. સાથે મોરબી શહેર અને તાલુકામાં કોંગ્રેસને ચૂંટણીમાં વધુ મત મળતા ન હતા. તેની સામે આ વખતે સારા મત મળ્યા છે.


રાઉન્ડ પ્રમાણે મળેલી લીડ

મતગણતરી શરૂ થતાં જ પહેલા ભાજપે ખાતું ખોલ્યું હતું પ્રથમ રાઉન્ડમાં ભાજપ આગળ થયા બાદ બીજા રાઉન્ડથી કોંગ્રેસે બાજી સાંભળી લીધી હતી. 13માં રાઉન્ડ પછી ભાજપે મેદાનમાં આવ્યું હતું અને 13 રાઉન્ડથી છેલ્લા 35માં રાઉન્ડ સુધી ભાજપ પાતળી સરસાઇ સાથે આગેકૂચ રહી હતી. 35માં રાઉન્ડના અંતે ભાજપને 64711 મત તો કોંગ્રેસને 60062 મતો મળતા ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ 4649 મતની સરસાઈથી વિજય મેળવ્યો હતો.

રાઉન્ડ  કોંગ્રેસ ભાજપ લીડ 
1) 1188 1466 278 (ભાજપ)

2) 3028 2898 130 (કોંગ્રેસ)

3) 4823 4046 777 (કોંગ્રેસ)

4) 6460 4927 1533 (કોંગ્રેસ)

5) 8794 5422 3372 (કોંગ્રેસ)

6) 10304 7365 2939 (કોંગ્રેસ)

7) 12187 8918 3269 (કોંગ્રેસ)

8) 13908 10623 3285 (કોંગ્રેસ)

9) 15012 12557 2455 (કોંગ્રેસ)

10) 16897 15502 1395 (કોંગ્રેસ)

11) 17931 17375 556 (કોંગ્રેસ)

12) 19295 19325 30 (ભાજપ)

13) 21163 20912 251 (કોંગ્રેસ)

14) 22448 23176 728 (ભાજપ)

15 ) 23710 24718 1008 (ભાજપ)

16) 25330 26719 1389 (ભાજપ)

17) 27739 28761 1022 (ભાજપ)

18) 29158 32361 3203 (ભાજપ)

19) 31028 34280 3252 (ભાજપ)

20) 33074 36225 3151 (ભાજપ)

21) 35528 37982 2454 (ભાજપ)

22) 37663 40022 2359 (ભાજપ)

23) 40330 41921 1591 (ભાજપ)

24) 42392 43810 1418 (ભાજપ)

25) 44571 45650 1079 (ભાજપ)

26) 46397 47893 1496 (ભાજપ)

27) 48225 49629 1404 (ભાજપ)

28) 50263 52048 1785 (ભાજપ)

29) 52118 54125 2007 (ભાજપ)

30) 53606 56178 2572 (ભાજપ)

31) 54493 58073 3580 (ભાજપ)

32) 55675 59848 4173 (ભાજપ)

33) 56912 61761 4849 (ભાજપ)

34) 58913 64202 5289 (ભાજપ)

35) 59903 64591 4688 (ભાજપ)

- text