સોનાના વાયદાના ભાવમાં રૂ.૨૫૪ અને ચાંદીમાં રૂ.૭૫૫નો ઉછાળો: ક્રૂડ તેલ પણ વધ્યું

- text


 

કપાસ, કોટન, સીપીઓના વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારાનો સંચાર: મેન્થા તેલમાં નરમાઈનો માહોલ: પ્રથમ સત્રમાં રૂ.૧૪૭૦૩.૦૯ કરોડનું ટર્નઓવર

મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદાઓ, ઈન્ડેક્સ ફ્યૂચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૨,૨૯,૩૮૩ સોદામાં રૂ.૧૪,૯૧૮.૩૧ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૨૫૪ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૭૫૫ ઊછળ્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ પણ વધી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ વધવા સામે નેચરલ ગેસ ઢીલું હતું. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, કોટન અને સીપીઓના વાયદાના બાવમાં સાર્વત્રિક સુધારાનો સંચાર થયો હતો, જ્યારે મેન્થા તેલમાં નરમાઈનો માહોલ હતો.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૪૮૨૩૬ સોદાઓમાં રૂ.૮૫૭૨.૬૦ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૨૨૭૦ ખૂલી, ઊપરમાં રૂ.૫૨૫૨૦ અને નીચામાં રૂ.૫૨૨૨૫ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૫૪ વધીને રૂ.૫૨૪૨૧ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૩૫ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૪૨૦૮૫ અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૪ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૫૨૭૦ થયા હતા, જ્યારે સોનું-મિની ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૨૧૫ વધીને બંધમાં રૂ.૫૨૪૦૫ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૫૯૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૬૬૪૭૮ અને નીચામાં રૂ.૬૫૪૧૨ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૫૫ વધીને રૂ.૬૬૦૯૦ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ.૭૬૬ વધીને રૂ.૬૬૦૫૭ અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૂ.૭૬૦ વધીને રૂ.૬૬૦૩૪ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૫૮૩૩૯ સોદાઓમાં રૂ.૨૭૧૨.૨૬ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૨૭૯૬ ખૂલી, ઊપરમાં રૂ.૨૮૫૪ અને નીચામાં રૂ.૨૭૯૬ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૬ વધીને રૂ.૨૮૪૨ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૧૯૯૭ સોદાઓમાં કુલ રૂ.૨૪૨.૧૫ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન નવેમ્બર વાયદો ગાંસડીદીઠ રૂ.૧૯૭૪૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૯૭૯૦ અને નીચામાં રૂ.૧૯૭૦૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૦ વધીને રૂ.૧૯૭૪૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૮૭૯ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૩.૪ વધીને બંધમાં રૂ.૮૭૯.૬ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૯૪૭.૫ ખૂલી, ઊપરમાં રૂ.૯૪૮ અને નીચામાં રૂ.૯૪૩ રહી, અંતે રૂ.૯૪૪.૫ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૧૫૫.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૫૮.૫ અને નીચામાં રૂ.૧૧૫૨ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૪.૫૦ વધીને રૂ.૧૧૫૪.૫ ના સ્તરે બંધ રહ્યો હતો.

- text

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૧૬૪૦ સોદાઓમાં કુલ રૂ.૩૬૯૮.૫૬ કરોડ ની કીમતનાં ૭૦૫૭.૨૮૬ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૧૨૬૫૯૬ સોદાઓમાં કુલ રૂ.૪૮૭૪.૦૪ કરોડ ની કીમતનાં ૭૩૭.૧૭ ટન, ક્રૂડ તેલમાં ૨૩૯૨૮ સોદાઓમાં રૂ.૧૧૭૯.૪૯ કરોડનાં ૪૧૭૯૩૦૦ બેરલ્સ, કોટનમાં ૧૧૬ સોદાઓમાં રૂ.૮.૪૬ કરોડનાં ૪૨૭૫ ગાંસડી, સીપીઓમાં ૧૮૪૯ સોદાઓમાં રૂ.૨૩૧.૪૮ કરોડનાં ૨૬૪૨૦ ટન, મેન્થા તેલમાં ૧૬ સોદાઓમાં રૂ.૧.૮૪ કરોડનાં ૧૯.૪૪ ટન, કપાસમાં ૧૬ સોદાઓમાં રૂ.૩૬.૯૭ લાખનાં ૬૪ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૭૯૪૧.૨૪૫ કિલો, ચાંદીના વાયદાઓમાં ૬૩૪.૬૫૬ ટન, ક્રૂડ તેલમાં ૩૨૩૭ બેરલ્સ, કોટનમાં ૩૭૮૨૫ ગાંસડી, સીપીઓમાં ૭૯૨૬૦ ટન, એલચીમાં ૦.૮ ટન, મેન્થા તેલમાં ૧૬૫.૨૪ ટન અને કપાસમાં ૪૬૦ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૩૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૩૩૬ ખૂલી, ઊપરમાં રૂ.૩૮૪.૫ અને નીચામાં રૂ.૩૦૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૫૪ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૫૨૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૫૪૦ અને નીચામાં રૂ.૩૬૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૮૭ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૨૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૨૫.૫ અને નીચામાં રૂ.૯૨૭ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦૫૪ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૬૪૧.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૮૯૦ અને નીચામાં રૂ.૧૫૦૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૫૬૭.૫ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૨૯૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૬૬.૬ ખૂલી, ઊપરમાં રૂ.૮૦.૯ અને નીચામાં રૂ.૬૧.૬ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૭.૯ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૨૮૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૮૩.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૪ અને નીચામાં રૂ.૮૦.૬ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૭.૪ બંધ રહ્યો હતો.

- text