મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે દુર્લભજીભાઈ દેથરિયાની નીયુક્તિ

- text


પ્રદેશ ભાજપ દ્વારા 39 જિલ્લા તથા મહાનગરોમાં નવા પ્રમુખોની કરી વરણી

મોરબી : ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા આજે 39 જિલ્લા તથા મહાનગરોમાં પ્રમુખની નિમણુંકો કરવામાં આવી છે. જેમાં હાલ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કાર્યરત રાઘવજીભાઇ ગડારાના સ્થાને નવા પ્રમુખ તરીકે દુર્લભજીભાઈ દેથરિયાને નિયુક્ત કરવામાં આવ્યા છે. દુર્લભજીભાઈ કડવા પાટીદાર સમાજના આગેવાન છે. જેઓ તાલુકા ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારીઓનું વહન ખૂબ કુશળતાથી કરી ચુક્યા છે. તેઓ વર્ષોથી ભાજપના રંગે રંગાયેલા છે. તેઓની કામ કરવાની કુનેહ સહિતના પાસાઓને ધ્યાને રાખી પ્રદેશ તરફથી પ્રમુખનું મહત્વનું પદ તેમને સોંપાયું છે.

- text

આ સાથે રાજકોટ જિલ્લામાં પણ ડી.કે.સખીયાની બાદબાકી કરી તેમની જગ્યાએ મનસુખભાઈ ખાચરિયાને નવા પ્રમુખ તરીકે નીમવામાં આવ્યા છે. જ્યારે રાજકોટ શહેર પ્રમુખ તરીકે કમલેશ મીરાણીને યથાવત રખાયા છે. જામનગર શહેરમાં વિજયભાઈ કગથરા, જામનગર જિલ્લામાં રમેશભાઈ મુંગરા, કચ્છ જિલ્લામાં કેશુભાઈ પટેલ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખીમભાઈ જોગલ, જૂનાગઢ શહેરમાં પુનિતભાઈ શર્મા, જુનાગઢ જિલ્લામાં કિરીટભાઈ પટેલ, ગીરસોમનાથ જિલ્લામાં માનસિંહ પરમાર, પોરબંદર જિલ્લામાં કિરીટભાઈ મોઢવાડિયા, અમરેલી જિલ્લામાં કૌશિકભાઈ વેકરિયા, ભાવનગર શહેરમાં રાજીવભાઈ પંડ્યા, ભાવનગર જિલ્લામાં મુકેશભાઈ લંગાળીયા, બોટાદ જિલ્લામાં ભીખુભાઇ વાઘેલા અને સુરેન્દ્રનગર જિલ્લામાં જગદીશભાઈ દલવાડીની પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી છે.

- text