કોટન, સીપીઓ, મેન્થા તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ: કપાસના ભાવમાં સુધારો

- text


 

સોનાના વાયદાના ભાવમાં રૂ.૨૯૫ અને ચાંદીમાં રૂ.૧,૫૮૩નો ઉછાળો: ક્રૂડ તેલમાં ઘટાડો: પ્રથમ સત્રમાં રૂ.૧૯,૬૬૬ કરોડનું ટર્નઓવર

મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૩,૧૦,૧૬૯ સોદામાં રૂ.૧૯,૬૬૬.૫૫ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૨૯૫ અને ચાંદીનો રૂ.૧,૫૮૩ ઊછળ્યો હતો. બિનલોહ ધાતુઓ પણ એકંદરે વધી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને ઘટી આવ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન, સીપીઓ અને મેન્થા તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક નરમાઈના માહોલ સામે કપાસમાં સુધારાનો સંચાર થયો હતો.

દરમિયાન, કીમતી ધાતુઓનો સૂચકાંક બુલડેક્સનો નવેમ્બર વાયદો ૧૫,૯૨૬ના સ્તરે ખૂલી, ઊંચામાં ૧૬,૧૯૮ અને નીચામાં ૧૫,૯૧૭ના મથાળે અથડાઈ ૨૮૧ પોઈન્ટની મૂવમેન્ટ સાથે પ્રથમ સત્રનાં અંતે ૧૫૯ પોઈન્ટ વધી ૧૬,૧૫૭ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે બિનલોહ ધાતુઓનો સૂચકાંક મેટલડેક્સનો નવેમ્બર વાયદો ૧૨,૪૫૦ના સ્તરે ખૂલી, ઊંચામાં ૧૨,૫૭૨ અને નીચામાં ૧૨,૪૧૩ના સ્તરને સ્પર્શી ૧૫૯ પોઈન્ટની મૂવમેન્ટ સાથે પ્રથમ સત્રનાં અંતે ૧૦૮ પોઈન્ટ વધી ૧૨,૫૬૫ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૨૦૩૪૩૮ સોદાઓમાં રૂ.૧૧૩૦૨.૬૮ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૧૯૧૨ ખૂલી, ઊપરમાં રૂ.૫૨૪૨૫ અને નીચામાં રૂ.૫૧૭૧૧ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૯૫ વધીને રૂ.૫૨૩૫૦ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૫૪ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૪૧૯૮૬ અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૩ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૫૨૬૭ થયા હતા, જ્યારે સોનું-મિની ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૨૮૬ વધીને બંધમાં રૂ.૫૨૩૭૪ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૪૪૭૯ ખૂલી, ઊપરમાં રૂ.૬૬૧૬૦ અને નીચામાં રૂ.૬૪૦૨૪ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૫૮૩ વધીને રૂ.૬૫૮૩૬ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ.૧૫૩૮ વધીને રૂ.૬૫૭૬૦ અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૂ.૧૫૨૩ વધીને રૂ.૬૫૭૪૬ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૭૬૦૨૩ સોદાઓમાં રૂ.૩૭૯૧.૧૮ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૨૮૨૫ ખૂલી, ઊપરમાં રૂ.૨૮૬૦ અને નીચામાં રૂ.૨૭૬૬ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૮ ઘટીને રૂ.૨૭૮૩ બંધ રહ્યો હતો.

- text

કૃષિ કોમોડિટીઝમાં ૨૯૯૯ સોદાઓમાં કુલ રૂ.૩૬૦.૫૧ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન નવેમ્બર વાયદો ગાંસડીદીઠ રૂ.૧૯૭૭૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૯૮૨૦ અને નીચામાં રૂ.૧૯૫૫૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૦ ઘટીને રૂ.૧૯૭૦૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૮૬૬.૬ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૨ ઘટીને બંધમાં રૂ.૮૬૯.૬ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૯૫૨ ખૂલી, ઊપરમાં રૂ.૯૫૪.૯ અને નીચામાં રૂ.૯૫૧.૨ રહી, અંતે રૂ.૯૫૨.૩ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૧૪૭ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૫૨.૫ અને નીચામાં રૂ.૧૧૩૯ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨.૫૦ વધીને રૂ.૧૧૫૦.૫ ના સ્તરે બંધ રહ્યો હતો.

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૩૦૭૧૬ સોદાઓમાં કુલ રૂ.૪૮૩૨.૮૯ કરોડ ની કીમતનાં ૯૨૮૨.૧૦૨ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૧૭૨૭૨૨ સોદાઓમાં કુલ રૂ.૬૪૬૯.૭૯ કરોડ ની કીમતનાં ૯૯૬.૨૪૩ ટન, ક્રૂડ તેલમાં ૩૪૯૪૩ સોદાઓમાં રૂ.૧૮૧૧.૭૨ કરોડનાં ૬૪૩૫૭૦૦ બેરલ્સ, કોટનમાં ૨૧૦ સોદાઓમાં રૂ.૧૩.૬૬ કરોડનાં ૬૯૫૦ ગાંસડી, સીપીઓમાં ૨૭૩૬ સોદાઓમાં રૂ.૩૪૪.૩૪ કરોડનાં ૩૯૭૦૦ ટન, મેન્થા તેલમાં ૧૫ સોદાઓમાં રૂ.૧.૬૫ કરોડનાં ૧૭.૨૮ ટન, કપાસમાં ૩૮ સોદાઓમાં રૂ.૮૭.૧૧ લાખનાં ૧૫૨ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૭૯૦૯.૬૯૮ કિલો, ચાંદીના વાયદાઓમાં ૬૩૮.૩૮૯ ટન, ક્રૂડ તેલમાં ૩૨૨૪ બેરલ્સ, કોટનમાં ૩૬૫૭૫ ગાંસડી, સીપીઓમાં ૭૯૧૬૦ ટન, એલચીમાં ૦.૮ ટન, મેન્થા તેલમાં ૧૬૦.૯૨ ટન અને કપાસમાં ૪૫૬ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૨૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૬૧૯ ખૂલી, ઊપરમાં રૂ.૮૮૮ અને નીચામાં રૂ.૫૮૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૪૬ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૫૧૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૩૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૩૮૫ અને નીચામાં રૂ.૧૮૩ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૯૨ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૧૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૦૦ અને નીચામાં રૂ.૬૧૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦૮૦.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૫૫૧ ખૂલી, ઊપરમાં રૂ.૫૭૫ અને નીચામાં રૂ.૩૩૬ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૫૪ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૨૯૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૬૮ ખૂલી, ઊપરમાં રૂ.૯૫ અને નીચામાં રૂ.૬૮ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૪.૧ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૨૮૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૦૧ ખૂલી, ઊપરમાં રૂ.૧૪૩.૬ અને નીચામાં રૂ.૯૩.૩ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩૫ બંધ રહ્યો હતો.

- text