વાંકાનેરના ઢુંવા પાસેથી વાહન ચોરી અને લૂંટનો આરોપી ઝડપાયો

- text


 

મોરબી :મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદારાની સુચના તથા ડીવાયએસપી રાધિકા ભારાઇના માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીઓ પકડી પાડવા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. આર.પી.જાડેજા, એલ.એન.વાઢીયા અને સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન દરમ્યાન વાંકાનેરના ઢુંવા નજીક લૂંટ અને વાહન ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી ફરતો હોવાની બાતમી મળી હતી. વાંકાનેર તાલુકા પી.એસ.આઈ અને સ્ટાફના પોલીસ હેડ કોન્સ.મયુરધ્વજસિંહ જાડેજા, એલ.એમ.બારૈયા, બળદેવસિંહ જાડેજા, ચમનભાઇ ચાવડા, પોલીસ કોન્સ.હરીચંન્દ્રસિંહ ઝાલા, અશ્વીનભાઇ રંગાણી અજયસિંહ ઝાલા, દર્શીત વ્યાસ અકિલ બાંભણીયા સહિતની ટીમે વોચ ગોઠવી ઢુંવા ચોકડી પાસેથી જામનગરના ધ્રોલના વતની રોહિતભાઇ લાલાભાઇ (સવજીભાઈ) કાનાણીને ઝડપી લીધો હતો. આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન આઈ.પી.સી કલમ ૩૭૯ તથા 394 379 ગુના નોંધાયા હોવાનું ખુલ્યું હતું. આરોપીનો કોવીડ ૧૯ નો રીપોર્ટ નેગેટીવ આવતા અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- text