સોનાના વાયદાના ભાવમાં રૂ.૫૫૯ અને ચાંદીમાં રૂ.૧,૩૯૪નું ગાબડું : ક્રૂડ તેલમાં વૃદ્ધિ

- text


 

કોટન, સીપીઓના વાયદાના ભાવમાં સુધારો: કપાસ, મેન્થા તેલમાં નરમાઈનો માહોલ: પ્રથમ સત્રમાં રૂ.૧૯,૦૧૮ કરોડનું ટર્નઓવર

મુંબઈ : વિવિધ કોમોડિટી વાયદાઓ, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૨,૯૮,૬૦૪ સોદામાં રૂ.૧૯,૦૧૮.૦૧ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. સોના-ચાંદીના વાયદાના ભાવમાં નરમાઈનો માહોલ જોવા મળ્યો હતો. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૫૯ અને ચાંદીનો કિલોદીઠ રૂ.૧,૩૯૪ તૂટ્યો હતો. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં વૃદ્ધિ સામે નેચરલ ગેસ ઢીલું હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટન અને સીપીઓમાં સુધારા સામે કપાસ અને મેન્થા તેલ ઘટી આવ્યા હતા.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૮૧૧૩૩ સોદાઓમાં રૂ.૧૦૦૭૨.૯૧ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૧૩૨૦ ખૂલી, ઊપરમાં રૂ.૫૧૪૬૫ અને નીચામાં રૂ.૫૦૯૮૮ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૫૯ ઘટીને રૂ.૫૧૦૩૯ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૬૭ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ.૪૧૦૫૦ અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૪ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ.૫૧૫૦ થયા હતા, જ્યારે સોનું-મિની નવેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦૫ ઘટીને બંધમાં રૂ.૫૧૦૦૪ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૧૪૨૦ ખૂલી, ઊપરમાં રૂ.૬૧૯૮૦ અને નીચામાં રૂ.૬૦૮૦૦ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩૯૪ ઘટીને રૂ.૬૧૨૯૧ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ.૧૪૦૯ ઘટીને રૂ.૬૧૨૭૬ અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૂ.૧૪૦૫ ઘટીને રૂ.૬૧૨૭૯ બંધ રહ્યા હતા.
એનર્જી સેગમેન્ટમાં કુલ ૮૫૫૮૩ સોદાઓમાં રૂ.૪૪૫૯.૧૪ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૨૮૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૯૦૪ અને નીચામાં રૂ.૨૭૯૩ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૦ વધીને રૂ.૨૮૮૦ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૨૫૩૭ સોદાઓમાં કુલ રૂ.૨૬૩.૮૬ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન નવેમ્બર વાયદો ગાંસડીદીઠ રૂ.૧૯૭૧૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૯૭૯૦ અને નીચામાં રૂ.૧૯૬૩૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦ વધીને રૂ.૧૯૬૬૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૮૪૩.૫ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૫.૪ વધીને બંધમાં રૂ.૮૪૭.૭ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૯૫૭ ખૂલી, ઊપરમાં રૂ.૯૫૮ અને નીચામાં રૂ.૯૪૮.૬ રહી, અંતે રૂ.૯૫૦.૫ બંધ રહ્યો હતો. કપાસ નવેમ્બર વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૦૧૮.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૧૮.૫ અને નીચામાં રૂ.૧૦૧૮.૫ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૧.૫૦ ઘટીને રૂ.૧૦૧૮.૫ ના સ્તરે બંધ રહ્યો હતો.

- text

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૫૧૦૧ સોદાઓમાં કુલ રૂ.૪૩૫૧.૧૬ કરોડ ની કીમતનાં ૮૪૯૦.૩૪૯ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૧૫૬૦૩૨ સોદાઓમાં કુલ રૂ.૫૭૨૧.૭૫ કરોડ ની કીમતનાં ૯૩૧.૩૬૮ ટન, ક્રૂડ તેલમાં ૩૮૨૫૪ સોદાઓમાં રૂ.૨૦૫૬.૭૯ કરોડનાં ૭૧૯૪૬૦૦ બેરલ્સ, કોટનમાં ૩૦૫ સોદાઓમાં રૂ.૨૦.૮૧ કરોડનાં ૧૦૫૫૦ ગાંસડી, સીપીઓમાં ૨૧૩૯ સોદાઓમાં રૂ.૨૩૭.૭૬ કરોડનાં ૨૮૨૧૦ ટન, મેન્થા તેલમાં ૩૧ સોદાઓમાં રૂ.૩.૭૦ કરોડનાં ૩૮.૮૮ ટન, કપાસમાં ૬૨ સોદાઓમાં રૂ.૧.૫૯ કરોડનાં ૨૮૪ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૭૦૩૧.૦૩૮ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૯૩.૫૦૮ ટન, ક્રૂડ તેલમાં ૩૫૧૭ બેરલ્સ, કોટનમાં ૩૦૮૭૫ ગાંસડી, સીપીઓમાં ૭૪૫૩૦ ટન, એલચીમાં ૦.૮ ટન, મેન્થા તેલમાં ૧૬૩.૦૮ ટન અને કપાસમાં ૪૬૦ ટનના સ્તરે રહ્યો હતો. સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૪૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૧૧ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૩.૫ અને નીચામાં રૂ.૬૬.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૨ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૫૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૩૧૨ ખૂલી, ઊપરમાં રૂ.૪૦૦ અને નીચામાં રૂ.૨૮૧.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૭૭.૫ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૫૯૦ ખૂલી, ઊપરમાં રૂ.૫૯૦ અને નીચામાં રૂ.૩૩૭ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૪૨.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૫૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૪૯૧.૫ ખૂલી, ઊપરમાં રૂ.૬૧૦ અને નીચામાં રૂ.૪૨૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૪૦.૫ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૨૯૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૨૩ ખૂલી, ઊપરમાં રૂ.૧૩૬ અને નીચામાં રૂ.૯૨ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧૯.૯ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૨૯૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૮૭ અને નીચામાં રૂ.૧૨૮.૯ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૪૦.૭ બંધ રહ્યો હતો.

- text