ઘોડાધ્રોઇ કેનાલ રિપેરિંગનું કામ આચારસાહિતમાં કરવાની મંજૂરી આપવા રજૂઆત

- text


મોરબી : મોરબીમાં ઘોડાધ્રોઇ કેનાલનું રિપેરિંગ કરવાની મંજૂરી આપવા બાબતે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ સચિવાલયના મુખ્ય ચૂંટણી કમિશનરને લેખિત રજૂઆત કરી છે.

આ લેખિત રજુઆતમાં જણાવાયું છે કે મોરબી-માળીયા વિધાન સભાની પેટા ચૂંટણી ચાલી રહી છે. અને તેના કારણે આચારસંહિતા લાગુ કરવામાં આવેલ છે. આ આચારસંહિતાના કારણે મોરબી જિલ્લાની ઘોડાધ્રોઇ સિંચાઇ યોજનાની કેનાલનું રેગ્યુલર રિપેરિંગ અને સફાઈ કામના કામો રોકવામાં આવેલ છે. આ કામો દર વર્ષે રવિ સિંચાઇ સિઝન પહેલા કરવામાં આવતા કામો છે. આ કામો નવા કામો નથી. આ કામો થાય પછી જ ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપી શકાય તેમ છે. જે કામો આચારસંહિતાના નામે રોકવામાં આવેલ છે. જેના કારણે ખેડૂતને સમયસર પાણી મળી શકશે નહિ. જેથી, આ કમાન્ડ વિસ્તારના ખેડૂતો રવિ સિઝનના સિંચાઇના લાભથી વંચિત રહશે. તો તાત્કાલિક આ કામો કરવાની તાકીદે મંજૂરી આપવા અપીલ કરાઈ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text