હરબટીયાળી ગામે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું નિવૃત્ત સૈનિકોના હસ્તે અનાવરણ કરાયું

ટંકારા : મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હરબટિયાળી ગામે સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મજયંતિ નિમિતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ ભારતીય આર્મીના નિવૃત્ત જવાનોના હસ્તે સવારે 08:00 કલાકે કરવામાં આવેલ હતું અને ગામના વડીલોના હસ્તે આર્મીના જવાનોને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે જવાનો તથા સમસ્ત ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દેશની આન, બાન અને શાન સમી ભારતીય આર્મીના નિવૃત્ત જવાનો ગામનાં યુવાનોનો આભાર વ્યક્ત કરતા જણાવે છે કે આવા પ્રસંગે આર્મીને યાદ કરી સાચા અર્થમાં દેશના તમામ જવાનોનું સન્માન થયા બરાબર છે. સાથે વધુમા વધુ યુવાનો આર્મીમા જોડાય તેવું આહવાન કર્યું હતું. ગામનાં યુવાનો સમસ્ત ગ્રામજનોનો આભાર વ્યક્ત કરતા જણાવે છે કે આ પ્રતિમા અનાવરણનો મુખ્ય ઉદ્દેશ આવનારી પેઢીને સરદાર વલ્લભભાઈ પટેલના દેશ માટે કરેલ કર્યો, દેશની એકતા અને અખંડતા, સરદાર પટેલના સાદગીભર્યું જીવનની પ્રેરણા પૂરી પાડશે. ભારતીય આર્મીના નિવૃત્ત જવાનોના હસ્તે પ્રતિમાનું અનાવરણ કરવું તે હરબટીયાળી ગામ તથા સમસ્ત સમાજને ગૌરવવંતું બનાવે છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate