ફેસબુક ફ્રેન્ડ બનાવી સોનાના બિસ્કિટ આપવાના બહાને રૂ. 3.50 લાખની છેતરપીંડી

- text


હરિયાણાના આધેડે ટંકારા પંથકના બે શખ્સો સામે છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાવી

ટંકારા : સોશ્યલ મીડિયામાં એક્ટીવ રહીને લેભાગુ તત્વોના વિશ્વાસમાં આવી જઈને નાણાકીય વહેવાર કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં હરિયાણાના આધેડને ટંકારા પંથકના બે શખ્સોએ ફેસબુક ફ્રેન્ડ બનાવી સોનાના બિસ્કીટ આપવાની લાલચ આપીને રૂ. 3.50 લાખ પડાવી લીધા હતા. આ બનાવની ભોગ બનનારે ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી સુમેરસીંગ શયોચંદ લાંબા (ઉ.વ ૫૫, ધંધો ખેતી કામ રહે- ગોલીયાકા પોસ્ટ- પુનસીકા જી-રેવાડી હરીયાણા થાના- રામપુરા મલ) એ આરોપીઓ હસમુખભાઇ ઉર્ફે હિતેશભાઇ રાજાભાઇ મકવાણા (રહે- અમરાપર, ગામ તા- ટંકારા) અને તેનો મિત્ર રાહુલ સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. 2 જૂનના રોજ ટંકારાના લજાઇ ચોકડી પાસે બનેલા આ બનાવમાં ફરીયાદીને આરોપીના મિત્ર સાથે ફેસબુક એપ્લીકેશનના માધ્યમમાં ફેન્ડશીપ થઈ હતી. આથી, આરોપીઓએ ફરીયાદીને શિશામાં ઉતરવાનું કાવતરું રચીને આરોપીઓએ ફરિયાદી સાથે ફોનમા વાત કરી વિશ્વાસમા લઇને ૧૦૦ ગ્રામનુ સોનાનુ બિસ્કીટ રૂ. સાડા ત્રણ લાખમા આપવાની લાલચ આપી હતી.

- text

આરોપીઓએ આ લાલચ આપીને ફરીયાદીને લજાઇ ચોકડી પાસે બોલાવી આરોપીઓએ ફરીયાદીને પોતાની ગાડીમા બેસાડી આગળ જઇ આરોપીઓએ સોનાનુ બિસ્કીટ બતાવી રૂ. 3.50 લાખ લઇ સોનાનુ બિસ્કીટ ન આપી બંને આરોપીઓએ છેતરપીંડી કરી નાશી ગયા હતા. આથી, ફરિયાદીએ આ બનાવની પહેલા ટંકારામાં પોલીસ મથકે અરજી કરી હતી. પોલીસની તપાસમાં આરોપીઓની વિગતો બહાર આવતા અંતે આ બનાવની ફરિયાદ નોંધાઇ છે. તેથી, આ બનાવના આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાની શક્યતા છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text