મોરબીમાં રવિવારે સ્વ. કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા કાર્યક્રમ યોજાશે

મોરબી : મોરબીમાં પાટીદારધામ અને સમસ્ત પાટીદાર સમાજ તથા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – મોરબીના સંયુક્ત ઉપક્રમે આયોજીત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ખેડૂત પુત્ર કે જેમનો સમાજના ઉત્થાનમાં સિંહ ફાળો રહેલો છે. જેમણે પોતાનું સમગ્ર જીવન સમાજને અર્પણ, તર્પણ અને સમર્પણ કર્યું છે. એવા સ્વ. કેશુભાઈ પટેલ (કેશુબાપા)ના દિવ્ય આત્માની શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ આવતીકાલ તા. 1 નવેમ્બર રવિવારે સવારે 8.00 થી 9.30 વાગ્યા સુધી પટેલ સમાજ વાડી, શક્ત શનાળા ખાતે યોજવામાં આવેલ છે. સમગ્ર મોરબીની જનતાને, પદાધિકારીઓ, અધિકારીઓ, સમાજના અગ્રણીઓ, મોરબીમાં કાર્યરત જુદી-જુદી સ્વૈચ્છીક સંસ્થાઓ, સંગઠનના કાર્યકરોને આમંત્રણ આપવામાં આવ્યું છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate