ટંકારામાં બાઈકને હડફેટે લેતા કન્ટેનરચાલક સામે અકસ્માતની ફરિયાદ નોંધાઈ

ટંકારા : ટંકારામાં બાઈક અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

ગત તા. 29ના રોજ સાંજના આશરે સવા સાતેક વાગ્યા આસપાસ ફરીયાદી સલીમભાઇ અબુભાઇ પીલુડીયાના દિકરો રોયલ બુલેટ નં. જીજે.૩૮.એસી.૮૬૬૦ લઈ ટંકારા લતીપર ચોકડીથી આવતો હતો. ત્યારે મોરબી તરફ જતા એક કન્ટેનરના નંબર જીજે.૧૨.બી.ડબ્લયુ.૦૫૬૨ના ચાલકે એકદમ સ્પીડમાં પાછળથી આવી ફરીયાદીના દિકરાના બાઈકને ટકકર મારી પછાડી દીધો હતો. આથી, બાઇકચાલકને જમણા હાથ ઉપર આગળનુ ટાયર ફરી જતા હાથ છૂંદાય ગયો હતો. તેમજ હાથ પર ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા પહોંચી હતી. તેમજ પીઠના ભાગે મુંઢ છોલાણ જેવી મૂંઢ ઇજા પહોંચી હતી. પોલીસે કન્ટેનરચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ આદરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate