મોરબીમાં ચોરાઉ સોનાના દાગીનાની ખરીદી કરનાર સોની વેપારી ઝડપાયો

- text


સોનાના દાગીનાની ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીએ કબૂલાત આપતા એ ડિવિજન પોલીસે કાર્યવાહી કરી

મોરબી : મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં અગાઉ સોનાના દાગીનાની ચોરી કરનાર આરોપીને એ ડિવિજન પોલીસે ઝડપી લીધો હતો. આ આરોપીએ દાહોદના સોની વેપારીને ચોરાઉ સોનાના દાગીના વેચી દીધા હોવાની કબૂલાત આપી હતી. આથી, એ ડિવિજન પોલીસે દાહોદનો સોની વેપારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા હિતેશકુમાર ભીખુભા જાડેજાના મકાનમાં એક વર્ષ પહેલાં ચોરી થઈ હતી. જેમાં તસ્કરો તેમના ઘરમાંથી રૂ.24 હજાર રોકડા, 17 તોલા સોનાના દાગીના મળીને કુલ રૂ. 5.56 લાખના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા. આ બનાવની જેતે સમયે એ ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

- text

આથી, એ ડિવિજન પોલીસે થોડા સમય પહેલા આ ચોરીના બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને આ લાખોની ઘરફોડ ચોરી કરનાર મધ્યપ્રદેશના શખ્સ પંકજભાઈ ઉર્ફે પકલો બાબુભાઇ બમણીયાને ઝડપી લીધો હતો. આ આરોપીએ પોલીસ સમક્ષ એવી કબૂલાત આપી હતી કે તેણે સોનાના ચોરાઉ દાગીના દાહોદના સોની વેપારીને વેચી નાખ્યા હતા. આથી, એ ડિવિજન પોલીસે દાહોદના સોની વેપારી દિલીપભાઈ મણીલાલ સોનીની ધરપકડ કરી હતી અને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text