આજે સાંજે પરશુરામ ધામ ખાતે ભાજપના સમર્થનમાં વિશાળ બ્રાહ્મણ સંમેલન યોજાશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી ઉપસ્થિત રહેશે

મોરબી : રાષ્ટ્રીય વિચારધારાને વરેલા કૃતજ્ઞ મોરબી બ્રાહ્મણ સમાજ દ્વારા મોરબીની ધારાસભાની બેઠક ઉપરથી ચુંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાને વિજયના આશીર્વાદ આપવા એક વિશાળ બ્રાહ્મણ સંમેલન અને શરદપૂર્ણિમાની ઉજવણીનું આયોજન આજે તા. 31 ઓક્ટોબરના રોજ શનિવારે સાંજે 5-30 કલાકે પરશુરામ ધામ પાસેના મેદાનમાં રાખેલ છે. રાષ્ટ્ર શક્તિને પુનઃ પ્રશસ્ત કરતા આ આશીર્વાદ સંમેલનમાં ભાજપની જીત માટે શુભેચ્છા અને આશીર્વાદ પાઠવવામાં આવશે.

આ તકે વિભાવરીબેન દવે – નારી કલ્યાણ સમાજ સુરક્ષા – ગુજરાત રાજ્યના મંત્રી, CMના ધર્મપત્ની અંજલિબેન રૂપાણી, રાજકોટ મહાનગરપાલિકાના મેયર બીનાબેન આચાર્ય, રાજકોટ મહાનગરપાલિકા ફાયર તથા આંગણવાડી સમિતિના ચેરમેન રૂપાબેન શીલુ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં મોરબીના સમસ્ત બ્રહ્મ સમાજના લોકોને ઉપસ્થિત રેહવા અપીલ કરવામાં આવી છે. આ આયોજનને સફળ બનાવવા માટે ભુપતભાઇ પંડ્યા, નરેન્દ્રભાઈ જોશી, પ્રશાંત મહેતા, બીપીનભાઈ વ્યાસ, મુકેશભાઈ રાજગોર, ચિંતનભાઈ ભટ્ટ, હંસાબેન ઠાકર, અરુણાબેન પંડ્યા જહેમત ઉઠાવી રહ્યા છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate