મેરુપર ગામે માં મોગલના પ્રાગટ્ય દિવસની ભાવભેર ઉજવણી કરાઈ

થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત ભાવિકો બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

હળવદ : જગવિખ્યાત માં મોગલ આઈનો ગઈકાલે પ્રાગટ્ય દિવસ હતો. જેને લઇ મોગલ છોરુંઓ દ્વારા ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે હળવદ તાલુકાના મેરુપર ગામે આવેલ મોગલ ધામ ખાતે મોગલ માંના પ્રાગટ્ય દિવસની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને તાલુકા અને આસપાસના વિસ્તારના ભાવિકો શ્રદ્ધાપૂર્વક માં મોગલના દર્શનનો લાભ લીધો હતો. સાથે સાથે રાજકીય આગેવાનોએ પણ માં મોગલના દર્શન કર્યા હતા.

હળવદ તાલુકાના મેરુપર ગામે હજારો ભાવિક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. તેવામાં મોગલ ધામ ખાતે મોગલ આઈના પ્રાગટ્ય દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અને હજારો ભક્તો માના દર્શન કરી પ્રસાદ ગ્રહણ કરી ધન્ય થયા હતા. માતાજીને ધૂપ દીપ નૈવેધ ધરી શાસ્ત્રોક્ત વિધિ યજ્ઞ કાર્ય કરી માંના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, મોરબી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન હેમાંગભાઈ રાવલ, યુથ કોંગ્રેસ પ્રમુખ અનિરુદ્ધસિંહ ખેર, હળવદ શહેર યુવા ભાજપ પ્રમુખ તપનભાઈ દવે સહિત તાલુકાભરમાંથી માં મોગલને માનતા દરેક વર્ગના ભક્તો માના આશીર્વાદ લેવા માટે ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા મોગલ ધામ મેરૂપરના ભુવા રણજીતભાઇ ખેર, ભરતભાઈ ખેર, વાસુદેવભાઈ ખેર, દિનેશભાઈ પટેલ, બકા મહારાજ સહિત મોગલ છોરુ ટીમ ૦૪ના યુવા સભ્યોએ ભારે જહેમત ઊઠાવી હતી.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate