મોરબી સીટી બસના ડ્રાયવર અને કંડક્ટરે મોબાઈલ મૂળ માલિકને પરત કરી પ્રામાણિકતા દાખવી

મોરબી : મોરબી સીટી બસમાં એક પેસેન્જર મોબાઈલ ભૂલી ગયા હતા. જે મોબાઈલ ડ્રાયવર અને કંડક્ટરે મૂળ માલિકને પરત કરી પ્રામાણિકતા દાખવી છે.

મોરબી નગરપાલિકા દ્વારા શહેરમાં સીટી બસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મોરબી સીટી બસમાં મુસાફરી કરતી વખતે એક પેસેન્જર પોતાનો કિંમતી મોબાઈલ બસમાં ભૂલી ગયા હતા. બસમાંથી મુસાફર ઉતરી ગયા પછી આ બાબત ડ્રાયવર કલ્પેશભાઈ જારીયા અને કંડક્ટર પંકજ કુમારના ધ્યાનમાં આવી હતી. આથી, તેઓ બંનેએ મૂળ માલિકનો સંપર્ક કરી તેમને ઓફિસે બોલાવીને પરત કર્યો હતો. આ તકે સીટી બસ હેડ ક્લાર્ક અશોકભાઈ જોશીએ બંનેને બિરદાવ્યા હતા. આમ, સીટી બસના ડ્રાયવર અને કંડક્ટરે નિઃસ્વાર્થભાવે મોબાઈલ મૂળ માલિકને પરત કરી ઈમાનદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

 


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate