MCX વિક્લી રિપોર્ટ : બુલડેક્સ ફ્યુચર્સમાં 463 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 220 પોઈન્ટની મૂવમેન્ટ

સોનાના વાયદાના ભાવ રૂ.૪૮૪ અને ચાંદીના રૂ.૨,૪૪૩ ગબડ્યા : ક્રૂડ તેલમાં નરમાઈનો માહોલ
કોટનનો વાયદો ગાંસડીદીઠ રૂ.૪૪૦ તૂટ્યો : સીપીઓમાં વૃદ્ધિ

મુંબઈ: કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં દેશના અગ્રણી એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર ૨૩થી ૨૯ ઓક્ટોબરના સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓ અને ઈન્ડેક્સ ફ્યૂચર્સમાં મળીને ૨૭,૯૩,૦૦૪ સોદાઓમાં કુલ રૂ.૧,૭૧,૨૫૪.૯૭ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાના વાયદાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ.૪૮૪ અને ચાંદીમાં કિલોદીઠ રૂ.૨,૪૪૩નો ઘટાડો થયો હતો, જ્યારે બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ હતું. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ ઘટવા સામે નેચરલ ગેસ વધી આવ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટનમાં ગાંસડીદીઠ રૂ.૪૪૦ ઘટ્યા હતા, જ્યારે સીપીઓમાં તેજીનો માહોલ વાયદાના ભાવમાં રહ્યો હતો. કપાસ અને મેન્થા તેલ સુધરીને બંધ થયા હતા.

સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓનો સૂચકાંક એમસીએક્સ બુલડેક્સનો નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે ૧૫,૬૬૦ના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં ૧૫,૬૮૯ અને નીચામાં ૧૫,૨૨૬ના સ્તરને સ્પર્શી, ૪૬૩ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૨૪૭ પોઈન્ટ (૧.૫૮ ટકા) ઘટીને ૧૫,૩૫૬ના સ્તરે બંધ થયો હતો, જ્યારે બિનલોહ ધાતુઓનો સૂચકાંક એમસીએક્સ મેટલડેક્સનો નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે ૧૨,૨૮૦ના સ્તરે ખૂલી, ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં ૧૨,૪૮૦ અને નીચામાં ૧૨,૨૬૦ બોલાઈ, ૨૨૦ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૪૧ પોઈન્ટ (૦.૩૩ ટકા) વધી ૧૨,૩૬૦ના સ્તરે બંધ થયો હતો. સપ્તાહ દરમિયાન બુલડેક્સ ફ્યુચર્સમાં ૧૪,૮૧૯ સોદાઓમાં કુલ રૂ.૧,૩૦૫.૩૪ કરોડનાં ૧૬,૮૩૨ લોટ્સ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં ૩,૯૧૮ સોદાઓમાં કુલ રૂ.૨૫૧.૨૧ કરોડનાં ૪,૦૬૯ લોટ્સનું વોલ્યુમ નોંધાયું હતું, જ્યારે ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ ફ્યુચર્સમાં ૭૫૪ લોટ્સ અને મેટલડેક્સમાં ૧૭૮ લોટ્સના સ્તરે રહ્યો હતો.

કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦,૮૬૫ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૫૧,૧૨૫ અને નીચામાં રૂ.૫૦,૦૭૦ના મથાળે અથડાઈ, સપ્તાહના અંતે રૂ.૪૮૪ (૦.૯૫ ટકા)ના ઘટાડા સાથે રૂ.૫૦,૨૮૨ના સ્તરે બંધ થયો હતો. ગોલ્ડ-ગિનીનો નવેમ્બર વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૪૦,૮૫૧ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૪૨૨ (૧.૦૩ ટકા)ના ભાવઘટાડા સાથે રૂ.૪૦,૫૨૧ થયો હતો, જ્યારે ગોલ્ડ-પેટલનો નવેમ્બર વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૫,૧૫૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૫૧ (૦.૯૯ ટકા) ઘટી બંધમાં રૂ.૫,૦૮૯ના ભાવ થયા હતા. સોનું-મિની નવેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦,૮૦૧ ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૫૧,૧૧૧ અને નીચામાં રૂ.૫૦,૧૨૨ સુધી જઈ સપ્તાહના અંતે રૂ.૪૬૫ (૦.૯૨ ટકા)ની નરમાઈ સાથે બંધમાં રૂ.૫૦,૨૭૬ના ભાવ થયા હતા.

ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૬૨,૬૫૮ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૬૩,૦૬૬ અને નીચામાં રૂ.૫૮,૩૮૧ના સ્તરને સ્પર્શી, સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૨,૪૪૩ (૩.૯૦ ટકા) ઘટી રૂ.૬૦,૧૭૨ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૬૨,૫૫૦ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨,૩૯૮ (૩.૮૩ ટકા)ની નરમાઈ સાથે રૂ.૬૦,૨૦૬ના સ્તરે બંધ થયો હતો, જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૬૨,૬૦૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨,૩૯૦ (૩.૮૨ ટકા) ઘટી બંધમાં રૂ.૬૦,૨૦૪ના ભાવ થયા હતા.

બિનલોહ ધાતુઓમાં તાંબુ નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૫૩૩ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૪.૨૫ (૦.૮૦ ટકા) ઘટી રૂ.૫૨૮.૭૦ બંધ થયો હતો, જ્યારે નિકલનો નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૧,૧૬૭.૨૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૩.૬૦ (૦.૩૧ ટકા) ઘટી બંધમાં રૂ.૧,૧૬૫ના ભાવ થયા હતા. એલ્યુમિનિયમનો નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૧૪૯.૮૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૦.૨૦ (૦.૧૩ ટકા) સુધરી રૂ.૧૫૦.૦૫ના સ્તરે રહ્યો હતો. સીસું નવેમ્બર વાયદો રૂ.૧૪૭ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨.૯૫ (૨.૦૧ ટકા) વધી રૂ.૧૪૯.૮૦ અને જસતનો નવેમ્બર વાયદો રૂ.૧૯૯.૬૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨.૭૦ (૧.૩૫ ટકા) વધી રૂ.૨૦૨.૫૫ના સ્તરે બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ ઓઈલનો નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.૩,૦૦૬ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૩,૦૧૯ અને નીચામાં રૂ.૨,૬૦૬ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૩૦૦ (૧૦.૦૧ ટકા)ના ઘટાડા સાથે બંધમાં રૂ.૨,૬૯૮ના ભાવ થયા હતા. નેચરલ ગેસનો નવેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.૨૪૦.૪૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૪.૬૦ (૧.૯૦ ટકા) વધી રૂ.૨૪૬.૬૦ થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસનો એપ્રિલ-૨૧ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧,૧૨૧ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૧,૧૪૧ અને નીચામાં રૂ.૧,૧૦૬.૫૦ સુધી જઈ, સપ્તાહના અંતે રૂ.૦.૫૦ (૦.૦૪ ટકા) વધી રૂ.૧,૧૨૨ના સ્તરે બંધ થયો હતો.

રૂ (કોટન)નો નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે ગાંસડીદીઠ રૂ.૨૦,૦૧૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૨૦,૦૨૦ સુધી અને નીચામાં રૂ.૧૯,૪૩૦ સુધી જઈ, સપ્તાહના અંતે રૂ.૪૪૦ (૨.૨૦ ટકા)ના ઘટાડા સાથે રૂ.૧૯,૫૬૦ના સ્તરે બંધ થયો હતો. ક્રૂડ પામતેલ (સીપીઓ)નો નવેમ્બર વાયદો ૧૦ કિલોદીઠ રૂ.૮૦૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૮.૭૦ (૨.૩૩ ટકા) વધી રૂ.૮૨૦ના ભાવે બંધ થયો હતો, જ્યારે મેન્થા તેલનો નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૯૪૯.૫૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૦ (૧.૦૬ ટકા) વધી રૂ.૯૫૪.૫૦ના ભાવે બંધ થયો હતો.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate